નવા રૂપરંગ સાથે ગુજરાતમાં લોકડાઉન 4 લાગુ, જાણો ક્યારથી અને કેવા છૂટછાટ સાથે અમલ થશે
નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4 ગુજરાતમાં અમલ થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રજાજોગ સંબોધનમાં નવી ગાઈડલાઈન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારત સરકારે રાજ્ય સરકાર પર છૂટછાટ નિર્ણય કરે તેવુ સૂચવ્યું છે. કન્ટેન્મેન્ટ અને નોન-કન્ટેન્ટમેન્ટ ઝોન આધારિત નિર્ણયો થશે. ગાઈડસાઈન અનુસાર, આવતીકાલે તમામ શહેરોના કલેક્ટર, કમિશનર ડીડીઓ બધા સાથે મળીને પોતાના ઝોનની માહિતી આપશે. આવતીકાલે રાજ્ય સરકાર તેને ફાઈનલ કરશે. નોટિફિકેશનનો અમલ મંગળવારથી શરૂ થશે, આવતીકાલે લોકડાઉન 4ના નિયમો જાહેર કરાશે. તેમણે કહ્યું કે, જે કન્ટેન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ અપાશે. ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ અપાશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવશે. રાજ્ય સરકાર કન્ટેન્મેન્ટ ઝોન બહાર સોશિયલ ડિસ્ટન્સનસના અમલ સાથે સિટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ પણ ચાલુ કરાશે. કયા વિસ્તારમાં ચાલુ કરાશે તે આવતીકાલે નક્કી કરાશે.
ઝી મીડિયા/બ્યૂરો :નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4 ગુજરાતમાં અમલ થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રજાજોગ સંબોધનમાં નવી ગાઈડલાઈન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારત સરકારે રાજ્ય સરકાર પર છૂટછાટ નિર્ણય કરે તેવુ સૂચવ્યું છે. કન્ટેન્મેન્ટ અને નોન-કન્ટેન્ટમેન્ટ ઝોન આધારિત નિર્ણયો થશે. ગાઈડસાઈન અનુસાર, આવતીકાલે તમામ શહેરોના કલેક્ટર, કમિશનર ડીડીઓ બધા સાથે મળીને પોતાના ઝોનની માહિતી આપશે. આવતીકાલે રાજ્ય સરકાર તેને ફાઈનલ કરશે. નોટિફિકેશનનો અમલ મંગળવારથી શરૂ થશે, આવતીકાલે લોકડાઉન 4ના નિયમો જાહેર કરાશે. તેમણે કહ્યું કે, જે કન્ટેન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ અપાશે. ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ અપાશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવશે. રાજ્ય સરકાર કન્ટેન્મેન્ટ ઝોન બહાર સોશિયલ ડિસ્ટન્સનસના અમલ સાથે સિટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ પણ ચાલુ કરાશે. કયા વિસ્તારમાં ચાલુ કરાશે તે આવતીકાલે નક્કી કરાશે.