રાજકોટના ધમણ-1 વેન્ટિલેટર પર ઉઠ્યા સવાલો, કોરોનાના ગંભીર દર્દીઓના મોત થયા હોવાનો તબીબોનો દાવો

કોરોના વાયરસને પગલે દર્દીઓની વધી રહેલી સંખ્યાને પહોંચી વળવા માટે તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માત્ર 10 દિવસમાં વેન્ટિલેટર બનાવવાની સફળ કામગીરીની જાહેરાત કરી હતી. રાજકોટની એક કંપની જ્યોતિ સીએનસીએ માત્ર 10 દિવસમાં નવુ વેન્ટિલેટર બનાવ્યું હતું, જેને ધમણ-1 નામ અપાયું હતું. ત્યારે આ વેન્ટીલેટર પર સવાલો ઉભા થયા છે. અમદાવદના સિવિલના તબિબોએ લેખિતમાં આ અંગે ફરિયાદ કરી છે કે, ધમણ વેન્ટીલેટર કોરોનાના દર્દીઓ માટે ધાર્યું પરિણામ આપતી શક્તુ નથી. 

રાજકોટના ધમણ-1 વેન્ટિલેટર પર ઉઠ્યા સવાલો, કોરોનાના ગંભીર દર્દીઓના મોત થયા હોવાનો તબીબોનો દાવો

અતુલ તિવારી/અમદાવાદ :કોરોના વાયરસને પગલે દર્દીઓની વધી રહેલી સંખ્યાને પહોંચી વળવા માટે તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માત્ર 10 દિવસમાં વેન્ટિલેટર બનાવવાની સફળ કામગીરીની જાહેરાત કરી હતી. રાજકોટની એક કંપની જ્યોતિ સીએનસીએ માત્ર 10 દિવસમાં નવુ વેન્ટિલેટર બનાવ્યું હતું, જેને ધમણ-1 નામ અપાયું હતું. ત્યારે આ વેન્ટીલેટર પર સવાલો ઉભા થયા છે. અમદાવદના સિવિલના તબિબોએ લેખિતમાં આ અંગે ફરિયાદ કરી છે કે, ધમણ વેન્ટીલેટર કોરોનાના દર્દીઓ માટે ધાર્યું પરિણામ આપતી શક્તુ નથી. 

અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ ધમણ 1 વેન્ટિલેટર અંગે લેખિત રજૂઆત કરી છે. રાજકોટમાં બનેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કોરોનાના દર્દીઓમાં ધાર્યું પરિણામ આપી શકતાં નહિ હોવાનો દાવો  તબીબોએ કર્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે સરકાર પાસે બીજા 100 હાઈએન્ડ આઈસીયુ વેન્ટિલેટરની માંગ કરી છે. સિવિલમાં આવેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 50 અને કિડની હોસ્પિટલ માટે 50 એમ કુલ 100 હાઈ-એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની માંગ કરાઈ છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હાલ 75 ધમણ-1 વેન્ટિલેટર કાર્યરત છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરાઈ છે. આ વેન્ટિલેટર પર કોરોનાના ગંભીર દર્દીઓને મૂકતાની સાથે તેમનું મૃત્યુ નિપજતું હોવાનું ડૉક્ટરોના ધ્યાને આવ્યું છે. 

તો બીજી તરફ, રાજકોટમાં ધમણ 1 બનાવનાર પરાક્રમસિંહ જાડેજાએ આ અંગે ખુલાસો કર્યો છે કે, રિક્વાયરમે્ટ ફુલફિલ થતી નથી. હાયર ફુલફિલ મશીન જોઈએ. ધમણ 1 કોરોના માટે જ બનાવવામાં આવ્યું છે અને એમાં 100% ચાલી શકે તેમ છે. ધમણ-1 ને લઈને કોઈ ફરિયાદ પણ અમારા સુધી મળી નથી. કોવિડ 19ના દર્દીઓને ધ્યાનમાં રાખીને જ મશીન બનાવ્યું છે. ધમણ-1 પ્રેશર કન્ટ્રોલ વેન્ટિલેટર બનાવ્યું છે. વોલિયમ કન્ટ્રોલ વેન્ટિલેટર માટેના પૂરતા પાર્ટ્સ અહીં મળતા નથી. ધમણ-3 માં આ તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે. જે પણ અમે તૈયાર કરીએ છીએ, જે એક સપ્તાહમાં મળી જશે. ફુલફિલ મશીન માટે પાર્ટ્સ બહારથી મળતા નથી, જે પણ હવે ભારતમાં બનાવવામાં શરૂઆત કરી દેવામાં આવી છે. ડો. પ્રભાકરે જે પત્ર લખ્યો છે તે ખુદ ધમણ-1ના ટેસ્ટિંગ સમયની મિટિંગમાં અને ઈન્સ્ટોલેશનમાં હાજર હતા. ડો. પ્રભાકરે ઇન્સ્ટોલ સમયે પણ ધમણ 1માં કેટલીક ફેસિલિટી ન હોવાની વાત જણાવી હતી. અત્યાર સુધીમાં 900 ધમણ તૈયાર કરીને સરકારને સોંપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news