ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં 24 કલાકમાં નવા 391 કેસ નોઁધાયા છે. તો 24 કલાકમાં 28 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે વધુ માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું કે, ગુજરાતમા અત્યાર સુધીના કુલ કેસો આંકડો 11380 પર પહોંચી ગયો છે. તો ગુજરાતનો રિકવરી રેટ 39.53 ટકા થયો છે. ગુજરાતમાં 24 કલાકમાં 191 લોકો સાજા થયા છે. આજે 6148 એક્વિટ કેસ ગુજરાતમાં હાલ સ્ટેબલ છે, તો 38 લોકો વેન્ટીલેટર પર છે. આમ, ગુજરાતમાં કુલ 4499 લોકો ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે ગયા છે. 


નવા રૂપરંગ સાથે ગુજરાતમાં લોકડાઉન 4 લાગુ, જાણો ક્યારથી અને કેવા છૂટછાટ સાથે અમલ થશે


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રાજ્યમાં કુલ કેસ : 11380

  • રાજ્યમાં કુલ મોત : 659

  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 4499


રાજ્યમાં આજે નવા 391 કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં 276, સુરત 45, વડોદરા 21, કચ્છ 14, ખેડા-સાબરકાંઠામાં 6, ગાંધીનગરમાં 5, પાટણ 4, પંચમહાલ-ગીર સોમનાથ-દાહોદમાં 2, ભાવનગર-આણંદ-અરવલ્લી-જામનગર-વલસાડ-જૂનાગઢ-પોરબંદર-અમરેલી 1 નવો કોરોનાનો કેસ નોંધાયો છે. 


સુરતની લાજપોર જેલમાં કોરોનાની એન્ટ્રી, વાપીમાં એક શખ્સ લોકડાઉનમાં બે વાર મહારાષ્ટ્ર જઈ આવતા ચકચાર