રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી વડાને કોરોના પોઝિટિવ બાદ રેલવે વિભાગમાં પણ કોરોના (Coronavirus) પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજકોટ રેલવેના ઓપરેટિંગ વિભાગમાં કામ કરતા હેડ ટ્રેન ક્લાર્કનો કોરોના રિપોર્ટ સોમવારના રોજ પોઝિટિવ જાહેર થતા રેલવે વિભાગમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જ્યાં કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલ કર્મીને ક્વોરેન્ટાઇન કરવા મુદ્દે વિવાદ સર્જાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ રેલવે વિભાગમાં પ્રથમ RPF ના કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સાથે સંપર્કમાં આવેલ માત્ર ૧૧ લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે બાદમાં ASI ને કોરોના પોઝિટિવ આવતા 5 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેમજ રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સને પોઝિટિવ આવતા ૭ લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. ત્યારે રેલવે વિભાગમાં કોરોનાની એન્ટ્રી બાદ તંત્ર દ્વારા સાથી કર્મચારીઓને ક્વોરેન્ટાઇન ન કરાતા વિવાદ ઉભો થયો છે. કોરોના સંક્રમણ વધતા અન્ય રેલકર્મીઓમાં ગભરાટ ભર્યો માહોલ સર્જાયો છે અને યોગ્ય રીતે સારવાર આપી ક્વોરેન્ટાઇન કરવા મુદ્દે માંગ ઉઠી રહી છે. જો કે પોઝિટિવ કેસ જાહેર થતાની સાથે જ તંત્ર દ્વારા ઓફિસને સેનેટાઇઝ કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જરૂર જણાય તો સાથી કર્મીઓને કોરોના ટેસ્ટ કરાવવા પણ સૂચના આપવામાં આવી છે. 


રેલવે વિભાગમાં ફરજ બજાવતા કોરોના સંક્રમિત વોરિયર્સની યાદી


(૧) આરીફ ખોખર - RPF માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ


(૨) અજય ગોહિલ - RPF માં ફરજ બજાવતા ASI


(3) ઇલાબેન ચાવડા - રેલવે હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા


(૪) નિશાંત બુચ - ઓપરેટિંગ વિભાગમાં ફરજ બજાવતા ટ્રેન હેડ ક્લાર્ક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર