ઝી મીડિયા/બ્યૂરો :સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસ દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં રોજેરોજ નવા કેસ આવી રહ્યાં છે. જેમાં મહત્વની બાબત એ છે કે, અનેક જિલ્લાઓમાં બહારથી આવનારા લોકો કોરોના વાયરસના શિકાર વધુ બની રહ્યાં છે. અન્ય જિલ્લાઓમાંથી રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, જુનાગઢ જેવા જિલ્લાઓમાં પહોંચેલા લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળી રહ્યાં છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમા બે સગાભાઈઓએ પરિવાર વિખેર્યો, 6 લોકોની સામૂહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર  


ગોંડલમાં એક જ પરિવારના 4ને કોરોના
ગોંડલ તાલુકાના વાસાવડમાં આજે કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગોંડલના વાસાવડ ગામે એક જ પરિવારના ચાર લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પતિ- પત્ની અને ૨ બાળકો કોરોનાના ઝપેટમાં આવ્યા છે. આ પરિવાર હાલમાં જ મુંબઈથી વાસાવડ આવ્યો હતો. આ પરિવારને હોમ ક્વોરેન્ટાઈન કરાયો છે. હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


સુરતની કંપનીએ એવા માસ્ક બનાવ્યા, જેને વરસાદ પણ ભીંજવી નહિ શકે 


જામનગરમા કોરોના પોઝિટિવના આંકે સદી વટાવી
જામનગરમાં મોડી રાત્રે કોરોનાના 4 પોઝિટિવ કેસ આવ્યા છે. ગઇકાલે એક દિવસમા કોરોનાના કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 3 મહિલાઓ અને 1 પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મોટાભાગના કેસ સેતાવડ, ખોડિયાર કોલોની અને પ્રદર્શન સરકારી વસાહતના છે. આમ, જામનગરમા કોરોના પોઝિટિવનો આંકડો સદી વટાવી ચુક્યો છે. જામનગરમા એક દિવસમા કોરોના વિસ્ફોટથી ચિંતાનો વિષય બન્યો છે.


કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ભાજપાના ધારાસભ્યો અમારા સંપર્કમાં નથી, પણ તેમની અંદરના વિખવાદનો ફાયદો અમને જરૂર થશે


જુનાગઢમાં વધુ 2 પોઝિટિવ કેસ 
જૂનાગઢ શહેરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઝાંઝરડા રોડ જીવનધારા સોસાયટીમાં 48 વર્ષના પુરૂષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો નાગરવાડા ગીરીરાજ એપાર્ટમેન્ટમાં ૬૮ વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
ગઈકાલે સાંજ સુધી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 44 હતી. અત્યાર સુધી કુલ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ એકનું મૃત્યુ અને 13 એક્ટિવ કેસ હતા. જેમાં આજે વધુ બે કેસનો વધારો થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર