રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. લોકડાઉન બાદ અનલોક 1 અને હવે અનલોક 2 માં એકાએક કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ કેસ ધોરાજી, જસદણ અને ગોંડલ તાલુકામાં જોવા મળી રહ્યા છે. આ માટે વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લઇ ખાસ ચા-પાનની દુકાનો પર લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે તે માટે એક સપ્તાહ સુધી ચા-પાનની દુકાને એકઠા થવા બદલે પાર્સલ સુવિધાને જ છૂટ આપવામાં આવી છે. જ્યારે કે અન્ય વેપાર ધંધા દુકાનો સાંજના 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાહેરનામામાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યા મુજબ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ વધતા અટકાવવા અને કોરોના ચેઇન તોડવા માટે રુલર વિસ્તારમાં આ જાહેરનામા અમલવારી કરાવવામાં આવશે. લોકડાઉન ફરી શરૂ થવાની કોઈ શક્યતા નથી એ માત્ર અફવા છે.


રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધાયેલ હાલમાં કોરોના કેસની સંખ્યા પર નજર કરીએ તો આ મુજબ છે.


રાજકોટ શહેરમાં 6 જુલાઇ 2020 સુધીમાં કુલ 245 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 85 દર્દી સારવાર લઇ રહ્યા છે. જ્યારે 150 દર્દીને રજા આપવામાં આવી છે અને 10 દર્દીના કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 217 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 97 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 116 દર્દી સારવાર હેઠળ છે અને 4 દર્દીના મૃત્યુ થઈ ચૂક્યા છે. 


ગ્રામ્ય વિસ્તારમાં એકાએક વધ્યુ કોરોના સંક્રમણ ક્યાં તાલુકામાં છે કેટલા કેસ.?
ધોરાજી તાલુકામાં કોરોનાના કુલ 68 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 13 દર્દી રજા આપવામાં આવી છે. જ્યારે 53 દર્દી સારવાર હેઠળ છે અને 2 દર્દીના મૃત્યુ નિપજ્યા છે.


  • ઉપલેટા તાલુકામાં કોરોનાના કુલ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 10 દર્દી રજા આપવામાં આવી છે જ્યારે 11 દર્દી સારવાર હેઠળ છે.

  • જામકંડોરણા તાલુકામાં કોરોનાના કુલ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 6 દર્દી રજા આપવામાં આવી છે. જ્યારે 14 દર્દી સારવાર હેઠળ છે.

  • કોટડાસાંગાણી તાલુકામાં કોરોનાના કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 3 દર્દી રજા આપવામાં આવી છે. જ્યારે 3 દર્દી સારવાર હેઠળ છે.

  • જેતપુર તાલુકામાં કોરોનાના કુલ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 8 દર્દી રજા આપવામાં આવી છે. જ્યારે 12 દર્દી સારવાર હેઠળ છે અને 1 દર્દીનું મૃત્યુ નિપજ્યુ છે.

  • ગોંડલ તાલુકામાં કોરોનાના કુલ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 17 દર્દી રજા આપવામાં આવી છે, જ્યારે 9 દર્દી સારવાર હેઠળ છે..

  • જસદણ તાલુકામાં કોરોનાના કુલ 29 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 20 દર્દી રજા આપવામાં આવી છે. જ્યારે 9 દર્દી સારવાર હેઠળ છે.

  • વીંછીતા તાલુકામાં કોરોનાના કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 1 દર્દી રજા આપવામાં આવી છે, જ્યારે 2 દર્દી સારવાર હેઠળ છે.

  • રાજકોટ તાલુકામાં કોરોનાના કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 10 દર્દી રજા આપવામાં આવી છે. જ્યારે 3 દર્દી સારવાર હેઠળ છે અને 1 દર્દીના મૃત્યુ નિપજ્યા છે.

  • લોધિકા તાલુકામાં કોરોનાના કુલ 7 અને પડધરી તાલુકામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે તમામ ને રજા આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર