મુસ્તાક દલ/જામનગર :જામનગર મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં કોરોના પર ચર્ચા મુદે મનપાના રિકવીઝેશન બોર્ડનો પ્રારંભ થયો હતો. મહાનગરપાલિકાની સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કોરોનાની PPE કીટ પહેરી વિપક્ષી સભ્યો બોર્ડમાં પહોંચ્યા હતા. જામનગરમાં કોરોનાના વધતા સંક્રમણ મામલે બોર્ડમાં વિશેષ ચર્ચા કરાઈ હતી. 


સુરત : અંતિમવિધિનો વિવાદ વકરતા સ્મશાન ગૃહની બહાર ચોકી પહેરો ગોઠવાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનપાની કોરોના મુદ્દે મળેલી ખાસ સામાન્ય સભામાં માહોલ ગરમાયો હતો. ચર્ચા દરમિયાન વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો આમને- સામને આવી ગયા હતા. કોરોના મુદ્દે બાદમાં શાસક અને વિપક્ષ સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. મનપાના મેયર અને ડેપ્યુટી મેયર પણ ગરમ માહોલમા જોવા મળ્યા હતા. કોંગ્રેસના વિપક્ષ નેતા અને સભ્યોની કોરોના મામલે ઉગ્ર રજુઆત કરાઈ હતી. કોરોનાથી મોત અને સ્ક્રિનિંગ મામલે બંને પક્ષો વચ્ચે માહોલ ગરમાયો હતો. 


વડોદરાના ચોંકાવનારા ખબર, કોરોનાના દર્દી માટે 34 હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી


મનપાની ખાસ કોરોના ચર્ચાની સામાન્ય સભામાં મનપાના કમિશનરે કોરોનાની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. જામનગર શહેરમાં કોરોનાથી સત્તાવાર 16 મૃત્યુ દર્શાવાયા છે. જ્યારે કે, રાજ્ય સરકારના આંકડામાં 9 મૃત્યુ દર્શાવાયા છે. જામનગરમાં કોરોનાથી મોતના આંકડા તંત્ર છુપાવતા હોવાની વાત સાચી સાબિત થઈ છે. બંને આંકડા વચ્ચે ડબલનો ફરક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર