ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં નવા વિસ્તારો હવે કોરોના (Coronavirus) ના સંક્રમણમાં આવી રહ્યાં છે. આવામાં સરકારે દાવો કર્યો છે કે, ટેસ્ટીંગનો આંકડો વધારાયો છે. ત્યારે ગાંધીનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા ફરજ બજાવતા ફિઝીશયન ડૉક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમા આ તબીબ ફરજ બજાવતા હતાં. 30 વર્ષીય ફીઝિશિયનને કોરોનાં પોઝિટિવ આવતાં સારવાર માટે ખસેડાયા છે. 


hotspot સિવાયના વિસ્તારોમાં પણ એક્ટિવ ટેસ્ટિંગ કરાતું હોવાનો ગુજરાત સરકારનો દાવો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કોર્પોરેટરના માતાનો રિપોર્ટ પોઝિટિવ
સુરતમાં કોર્પોરેટર વિજય પાનસુરિયાની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કોર્પોરેટર સહિત સમગ્ર પરિવારને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. 


સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયા


સુરેન્દ્રનગર જિલ્લો હજી સુધી કોરોના મુક્તો હતો, પરંતુ હવે આ જિલ્લામં પણ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લાના થાનગઢમાં 61 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ વૃદ્ધને કોરોના આરોગ્ય વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. 


ગુજરાતના 3 મોટા શહેરોમાં આજથી કરફ્યૂ ઉઠાવી લેવાયો


વડોદરા વધુ એક જવાનને કોરોના
વડોદરામાં આવેલ બે પોઝિટિવ કેસમાંથી એક આર્મી જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે વડોદરામાં ફૂલ 4 આર્મી જવાનના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય આર્મી જવાન ઈએમઈમાં લશ્કરી ટ્રેનિંગ માટે આવ્યા હતા તેવુ ઓએસડી વિનોદ રાવે જણાવ્યું છે. સેનાની તરફથી જણાવાયું છે કે, શરૂઆતની તપાસમાં ત્રણ જવાનોને સંક્રમણ એટીએમ (ATM) બૂથના માધ્યમથી થયુ હોવાની આશંકા છે. કેમ કે, ત્રણેયે તે દિવસે એટીએમથી રૂપિયા કાઢ્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર