ઝી મીડિયા/બ્યૂરો :આગામી 15 તારીખ બાદ કમુરતા ઉતરતાની સાથે જ સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં લગ્નોના આયોજનો થઇ રહ્યા છે. જોકે કોરોનાનું સંક્રમણ વધતા લોકોના અરમાનો પર પાણી ફરી વળ્યુ છે. નવી ગાઈડલાઈન (corona guideline) થી પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. 400 ના બદલે 150 લોકોની મર્યાદામાં લગ્ન (wedding) યોજવા નિયમ આવ્યો છે. ત્યારે હવે કેવી રીતે લગ્ન કરવા તે મોટી મૂંઝવણ છે. લોકો મહેમાનોનું લિસ્ટ ઓછુ કરવાના કામે લાગી ગયા છે. કયા મહેમાનોને બોલાવવા અને કોને ના પાડવી તે દ્વિઘામા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના સોલાના યુવકના 22 જાન્યુઆરીએ લગ્ન છે. પરિવારમાં પ્રથમ પ્રસંગ હોવાથી તેઓએ વિશાળ આયોજન કર્યુ હતું. પહેલાં 2500ની સંખ્યા ઘટાડીને 400 મહેમાન કર્યા હતા. અને હવે કોરોના અંગે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. 400 ના બદલે હવે 150 લોકોની મર્યાદામાં લગ્ન યોજવાનો નિયમ છે. સરકારની નવી ગાઈડલાઈનથી આ પરિવાર પણ અટવાયો હતો. યુવકના પિતે દશરથ પટેલે જણાવ્યું કે, અગાઉ 2500 ની સંખ્યા ઘટાડી 400 કરી, હવે 400 ના બદલે 150 ની મર્યાદામાં આયોજન કરવુ પડશે. નવી ગાઈડલાઈનની તમામ આયોજન ખોરવાઈ છે. પાર્ટી પ્લોટ, કેટરિંગ સહિતના અનેક બુકીંગ બદલાઈ ગયા છે. કુટુંબના સભ્યોને સમાવવા કે કેટરિંગ સ્ટાફને તે સમજાતુ નથી. 


આ પણ વાંચો : હું ઊંઘની ગોળી ક્યારે લઉં? તેની સાથે દારૂ લઈ શકાય? આજના યુવા ડોક્ટરને પૂછી રહ્યા છે આવા પ્રશ્નો


ઉત્તરાયણ પૂર્ણ થવાની સાથે કમુરતા પૂર્ણ થશે જેને લઈને સમગ્ર ખેડા જીલ્લાની વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં લગ્નો થવાના છે પાર્ટી પ્લોટ અને રિસોર્ટમાં કન્યા પક્ષના પરિવારો બુકીગ માટે ઇન્ક્વાયરીઓ કરી રહ્યા છે તો રિસોર્ટ સંચાલકો અને પાર્ટી પ્લોટ ના સંચાલકો ધ્વરા પણ કોવીડના નિયમોનું પાલન થાય તેની તકેદારી રાખવા તેયારી કરી ચુક્યા છે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જ લગ્નોના આયોજનો કરવા અને નિર્ધારિત સંખ્યા કરતા વધારે પરિવારના સભ્યો રિસોર્ટ કે પાર્ટી પ્લોટમાં ન આવે તે અંગે સંચાલકો પણ વર કન્યા પક્ષના પરિવારજનોને સમજાવી રહ્યા છે, 


કોરોના કેસ વધતાં સરકારે લગ્નમાં 150 લોકોની કરી સંખ્યા છે. 150 લોકોની સંખ્યા કરતાં બેન્ડના વ્યવસાયીઓને મોટું નુકશાન થયુ છે. વડોદરાના દરબાર બેન્ડના સંચાલક બાબા શેખે આ વિશે જણાવ્યુ કે, સરકારે 150 લોકોની મંજૂરી કરતાં ધંધો પડી ભાંગશે. લોકો બેન્ડનું બુકિંગ રદ કરાવી રહ્યા છે. અમારા કારીગરો મહારાષ્ટ્રથી આવે છે, જેમના માટે 3000 રૂ. થી રૂમ ભાડે લીધી છે. કારીગરોની ઓનલાઇન ટિકિટ બુક પણ કરાવી દીધી. કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવશે. 


લગ્નસરાની સિઝન પહેલા કોરોના ગાઈડ લાઈનનું ગ્રહણ આવી ગયું છે. આવામાં કેટરિંગ અને મંડપ સર્વિસના ધંધાર્થીઓને માઠી અસર પડી છે. મંડપ સર્વિસ અને કેટરિંગના ધંધાર્થીઓએ જણાવ્યુ કે, અમારા બુક થયેલા ઓર્ડરોમાંથી 50 ટકા ઓર્ડર કેન્સલ થયા છે. 400 લોકોના બુકીંગ કર્યા બાદ સરકારે 150 લોકોની ગાઈડ લાઈન જાહેર કરતા મૂંઝવણમાં મુકાયા છે. કેટરિંગના ધંધા સાથે સંકળાયેલા નાના વેપારીઓ પણ ધંધા ઠપ્પ થયા છે. સૌરાષ્ટ્રમાં લગ્નના જમણવાર રાત્રે હોય પણ 7 થી 9 વચ્ચે કોઈ જ જમણવાર પૂર્ણ ન થાય. લગ્નનું ફંક્શન 10 વાગ્યે પૂર્ણ કરે તો પણ રાત્રે પોલીસની કનડગતથી વેપારી હેરાન પરેશાન થાય છે.