ગુજરાતની ચેકપોસ્ટ પર બહારથી આવતા મુસાફરો માટે હેલ્થ ચેકઅપ ફરજિયાત કરાયું
ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે. રાજ્યના ગૃહ વિભાગે ગુજરાતમાં પ્રવેશથી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા પ્રવાસીઓ કે મુસાફરોની આરોગ્ય ચકાસણી થાય તેવી વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગને આદેશ કર્યો છે. જો કોઇ બહારથી આવતા મુસાફરમાં કોઈ પણ પ્રકારનાં લક્ષણ દેખાય તો તાત્કાલિક અસરથી તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવા માટે પણ આદેશ કર્યો છે. સાથે જ રાજ્યની તમામ ચેકપોસ્ટો પર આરોગ્ય પરીક્ષણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું છે.
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે. રાજ્યના ગૃહ વિભાગે ગુજરાતમાં પ્રવેશથી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા પ્રવાસીઓ કે મુસાફરોની આરોગ્ય ચકાસણી થાય તેવી વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગને આદેશ કર્યો છે. જો કોઇ બહારથી આવતા મુસાફરમાં કોઈ પણ પ્રકારનાં લક્ષણ દેખાય તો તાત્કાલિક અસરથી તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવા માટે પણ આદેશ કર્યો છે. સાથે જ રાજ્યની તમામ ચેકપોસ્ટો પર આરોગ્ય પરીક્ષણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું છે.
સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું કે, આંતર રાજ્ય અને રાજ્યની અંદર અવરજવર માટે કોઈ નિયંત્રણ નથી. તેથી મંજૂરી કે ઈ-પાસની આવશ્યકતા રહેતી નથી. તેમ છતાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનું હેલ્થ ચેકઅપ થાય તે જરૂરી છે. આથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા મુસાફરોની સંબંધિત ચેકપોસ્ટ પર હેલ્થ ચકાસણી કરવામાં આવે. સમગ્ર વ્યવસ્થા આરોગ્ય વિભાગના સહયોગથી ગોઠવવામાં આવે તેવો આદેશ કરાયો છે.
ચેકપોસ્ટ પર હેલ્થ ચેકઅપ દરમિયાન કોવિડ-19 સંબંધિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ સિમ્ટોમેટિક જણાય તો તેની તપાસ કરવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર