પોરબંદરમાં વધુ 8 ડિફેન્સના જવાનો કોરોનાનો શિકાર, ગાંધીનગર જિલ્લામાં નવા 31 કેસ નોંધાયા
પોરબંદર જિલ્લામાં ડિફેન્સના જવાનોને કોરોના વાયરસે ભરડામાં લીધા છે. અત્યાર સુધી કુલ 16 જવાનો કોરોનાનો શિકાર બન્યા છે.
ગાંધીનગર/પોરબંદરઃ પોરબંદરમાં હવે કોરોનાએ ડિફેન્સના જવાનોને ઝપેટમાં લીધા છે. આજે વધુ 8 જવાનો કોરોનાનો શિકાર બન્યા છે. ગઈકાલે પણ 8 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ બે દિવસમાં કુલ 16 જવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ તમામ જવાનોને સારવાર માટે જામનગર કોવિડ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. આજે કુલ 55 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. તો ગાંધીનગર જિલ્લામાં આજે રેકોર્ડ 31 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરના કલોલમાં 15 કેસ નોંધાયા છે.
ગાંધીનગર જિલ્લામાં એક દિવસમાં કેસનો રેકોર્ડ
ગાંધીનગર જિલ્લામાં આજે 31 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસનો રેકોર્ડ છે. તો આજે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. જ્યારે સારવાર બાદ 1 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાનમાં આજના કેસની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 4 દહેગામમાં 7, માણસામાં 5 અને કલોલમાં 15 કેસ નોંધાયા છે.
સુરત જિલ્લામાં નવા 82 કેસ, 2 મૃત્યુ, લાજપોર જેલનો એક કેદી પણ કોરોનાથી સંક્રમિત
ગાંધીનગર જિલ્લામાં કોરોનાની સ્થિતિ
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી કુલ 197 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં 81 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ થયા છે. તો 103 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં અત્યાર સુધી 77, દહેગામમાં 24, માણસામાં 21 અને કલોલમાં 75 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર