Local Body Elections માં કોરોના સંક્રમિત દર્દીઓ પણ કરી શકશે મતદાન, જાણો શું છે ગાઈડલાઈન
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મતદાનને લઇને ચૂંટણી પંચ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આવતી કાલે એટલે કે 21 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી રાજ્યના મહાનગરોમાં મતદાન થવા જઈ રહ્યું છે
હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મતદાનને લઇને ચૂંટણી પંચ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આવતી કાલે એટલે કે 21 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી રાજ્યના મહાનગરોમાં મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે આ મતદાન પ્રક્રિયામાં કોરોના સંક્રમિતો પણ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડ લાઇન અનુસાર કોરોના સંક્રમિતો મતદાનના છેલ્લા એક કલાકમાં મતદાન કરી શકશે.
રાજ્યના મહાનગરોમાં કોરોના સંક્રમિત મતદારો પણ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન અનુસાર મતદાનના અંતિમ એક કલાકમાં કોરોના સંક્રમિત મતદારોને મતદાન કરવા મળશે. પરંતુ મતદાન કરવા માટે કોરોના સંક્રમિત દર્દીઓએ પહેલા મહાનગરોમાં ચૂંટણી અધિકારી પાસે નોંધણી કરાવવાની રહે છે. આ નોંધણી કરાવવાનો આજે અંતિમ દિવસ છે.
આ પણ વાંચો:- કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી રૂપાણી PPE કીટ પહેરીને મતદાન કરશે
કોરોના સંક્રમિત મતદારો અંગે સ્થાનિક ચૂંટણી અધિકારીએ રાજ્ય ચૂંટણી પંચને પણ પ્રિ નોટિફાઈડ કરી મતદારની યાદી આપવી પડશે. ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આવા મતદાન મથકો પર પૂરતી પીપીઈ કીટની વ્યવસ્થા પણ કરવી પડશે. મતદાનના દિવસે છેલ્લા એક કલાકમાં કોરોના સંક્રમિત, શંકાસ્પદ મતદાર અને હોમ આઇસોલેટ મતદાર પણ સંપૂર્ણ ગાઈડલાઈન સાથે મતદાન કરી શકશે.
આ પણ વાંચો:- ભાજપનું સાફસફાઈ અભિયાન, અનેક જિલ્લાઓમાં બાગી કાર્યકર્તાઓને કરાયા સસ્પેન્ડ
અત્રે ઉલ્લેખની છે કે, કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) મતદાન કરશે. આવતીકાલે તેઓ રાજકોટ મનપાની ચૂંટણીમાં મતદાન કરશે. આજે તેમનો RTPCR ટેસ્ટ થશે. ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને રજા આપવામાં આવશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમને એમ્બ્યુલન્સમાં મતદાન માટે રાજકોટ લઇ જવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube