કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી રૂપાણી PPE કીટ પહેરીને મતદાન કરશે

કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી રૂપાણી PPE કીટ પહેરીને મતદાન કરશે
  • મહાનગરોમાં મતદાનના અંતિમ એક કલાકમાં કોરોના સંક્રમિત મતદારો મતદાન કરી શકશે તેવી રાજ્ય ચૂંટણી પંચે ગાઈડલાઈન બહાર પાડી
  • ગાઈડલાઈન મુજબ, મતદાનના દિવસે છેલ્લા એક કલાકમાં કોરોના સંક્રમિત મતદાર શંકાસ્પદ મતદાર અને હોમ આઈસોલેટ મતદાર મતદાન કરી શકશે

હિતલ પારેખ/ગાંધીનગર :મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોટા અપડેટ સામે આવ્યા છે. કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) મતદાન કરશે. આવતીકાલે તેઓ રાજકોટ મનપાની ચૂંટણીમાં મતદાન કરશે. આજે તેમનો RTPCR ટેસ્ટ થશે. ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને રજા આપવામાં આવશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમને એમ્બ્યુલન્સમાં મતદાન માટે રાજકોટ લઇ જવાશે. 

PPE કીટ પહેરીને તેઓ મતદાન કરશે
કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ને તાજેતરમાં રેસડેસીવીર ઈન્જેક્શનનો કોર્સ કરાયો હતો. જેના બાદ હાલ તેમની તબિયત સુધારા પર છે. ત્યારે અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાંથી આજે સાંજે તેમનું મેડિકલ બુલેટિન જાહેર કરાશે. પરંતુ આવતીકાલે મતદાન છે. ત્યારે સીએમ રૂપાણી આવતીકાલે રાજકોટ મતદાન કરવા જશે તેવું જાણવા મળ્યું છે. સીએમ રૂપાણી રાજકોટ મનપાના વોર્ડ 10ના મતદાર છે. આજ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. જો તેમનો ટેસ્ટ પોઝિટિવ આવે તો એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાશે અને PPE કીટ પહેરીને તેઓ મતદાન કરશે. અને જો તેમનો ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. વધુને વધુ લોકો મતદાન માટે બહાર આવે એટલે મુખ્યમંત્રી રૂપાણી મતદાન કરશે. જોકે, ખરી માહિતી યુએન મેહતા હોસ્પિટલના મેડિકલ બુલેટિન બાદ જ મળશે. 

આ પણ વાંચો : મજૂર પિતાનો પુત્ર હવે IPL માં રમશે, ભાવનગરના ગરીબ પરિવારને લાગ્યો જેકપોટ

ચૂંટણી પંચની ગાઈડલાઈન
મહાનગરોમાં મતદાનના અંતિમ એક કલાકમાં કોરોના સંક્રમિત મતદારો મતદાન કરી શકશે તેવી રાજ્ય ચૂંટણી પંચે ગાઈડલાઈન બહાર પાડી છે. ગાઈડલાઈન મુજબ, મતદાન કરનાર કોરોના સંકમિત દર્દીઓને નોંધણી કરાવવી પડશે. મતદાન કરવા માટે નોંધણીનો આજે અંતિમ દિવસ છે. મહાનગરોમાં ચૂંટણી અધિકારીને જાણ કરવાનો આજે અંતિમ દિવસ છે. સ્થાનિક ચૂંટણી અધિકારીએ રાજ્ય ચૂંટણી અયોગને પણ પ્રિ નોટિફાઇડ મતદારીની યાદી આપવી પડશે. તો સાથે જ જિલ્લા વહીવટી તંત્રએ આવા મતદાન મથકો પર પૂરતી પીપીઈ કીટની વ્યવસ્થા કરવી પડશે. આ ગાઈડલાઈન મુજબ, મતદાનના દિવસે છેલ્લા એક કલાકમાં કોરોના સંક્રમિત મતદાર શંકાસ્પદ મતદાર અને હોમ આઈસોલેટ મતદાર મતદાન કરી શકશે. 

મહાનગરપાલિકામાં મતદાન કરવા કોરોના સંક્રમિત મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અંતિમ કલાકમાં કોરોના સંક્રમિત મતદારો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ મતદાન કરવા માટે કોરોના સંક્રમિત મતદારોએ નોંધણી કરાવવી પડશે. ત્યારે આ ગાઈડલાઈન મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન કરવા માટે રાજકોટ જઈ શકે છે. તબીબોની સલાહ લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાઈડલાઈનના પાલન સાથે રાજકોટ મતદાન કરવા જઈ શકે છે. જો મતદાન કરવા જાય તો કોરોના સંક્રમિત તરીકે મતદાન કરનાર દેશના પ્રથમ મુખ્યમંત્રી વિજય રૂપાણી બનશે. કોરોના સંક્રમિત મતદારોએ મતદાન માટે મહાનગર પાલિકામાં ચૂંટણી અધિકારીઓને જાણ કરવી પડશે. 

આ પણ વાંચો : Surat ના ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેની દારૂ પાર્ટીના Photos Viral

ઉલ્લેખનીય છે કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે જો મતદાન કરવા મુખ્યમંત્રી રાજકોટ જશે તો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી PPE કીટ પહેરી મતદાન કરશે. મહત્વનું છે નોંધણી કરાવનાર કોરોના સંક્રમિત મતદારો અને હોમ ક્વોરન્ટાઈન મતદારો માટે PPE કીટની વ્યવસ્થા કરવી પડશે. જેથી ગાઈડલાઈનના પાલન સાથે અંતિમ કલાકમાં સંક્રમિત દર્દીઓ મતદાન કરી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news