અમદાવાદ : ગીર સોમનાથમાં વધારે એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે. મક્કાથી આવેલા 65 વર્ષીય એક વૃદ્ધાનો રિપોર્ટ પોજીટી આવ્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ પોઝીટીવ આવ્યા છે. જેથી કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 55 પહોંચી ગઇ છે. જ્યારે અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ દર્દીનું આજે મોત નિપજ્યું છે. આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. રાજ્યનાં દરેક જિલ્લામાં 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ કોર્પોરેશને તમામ મોલ્સ કરાવ્યા બંધ, પોલીસ પણ કરશે કડક કાર્યવાહી
રાજ્યનાં પોલીસ વડાએ જણાવ્યું કે, સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતા લોકોને રોકવા માટે ભરૂચ પાસે નર્મદા બ્રિજને બ્લોક કરવામાં આવ્યો છે. યુવાનોને માત્ર બહાર નહી નિકળવા માટે અપીલ કરવામાં આવી છે. ડ્રોન દ્વારા બાજ નજર રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા એક સર્વિસ પણ લોન્ચ કરવામાં આવી છે જેના હેઠળ કોઇ પણ વ્યક્તિ નિષ્ણાંત ડોક્ટરને પોતાને મુંઝવતા પ્રશ્નો પુછી શકશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પણ શ્રમીકોને બીજા રાજ્યમાં નહી જવા માટેની અપીલ કરી હતી.


લોકડાઉનથી કંટાળેલા યુવાને એવું પગલું ભર્યું કે, વાંચીને થશે દુ:ખદ આશ્ચર્ય
આ મુદ્દે આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ ડૉ. જયંતી રવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે 8 કેસ પોઝિટિવ આવ્યા છે. હાલ રાજ્યમાં અન્ય રાજ્ય તથા વિદેશથી આવેલા નાગરિકોનાં આરોગ્યની તપાસ આદરી છે. રાજ્યમાં આગામી સોમવારથી કોવિડ હોસ્પિટલથી શરૂ કરવામાં આવશે. 236 લોકો વિરુદ્ધ હોમ કોરોન્ટાઇનનો ભંગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube