લોકડાઉનથી કંટાળેલા યુવાને એવું પગલું ભર્યું કે, વાંચીને થશે દુ:ખદ આશ્ચર્ય

કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નાગરિકોને બિન જરૂરી બહાર નિકળવા માટેની મનાઇ કરવામાં આવી રહી છે. જેના પગલે લોકડાઉનથી કંટાળેલા 21 વર્ષનાં યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. જામનગર સીટી સી ડીવીઝન પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકડાઉનથી કંટાળેલા બે લોકોએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સા સામે આવ્યા છે. ગુજરાતમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે.

લોકડાઉનથી કંટાળેલા યુવાને  એવું પગલું ભર્યું કે, વાંચીને થશે દુ:ખદ આશ્ચર્ય

જામનગર : કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નાગરિકોને બિન જરૂરી બહાર નિકળવા માટેની મનાઇ કરવામાં આવી રહી છે. જેના પગલે લોકડાઉનથી કંટાળેલા 21 વર્ષનાં યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. જામનગર સીટી સી ડીવીઝન પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકડાઉનથી કંટાળેલા બે લોકોએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સા સામે આવ્યા છે. ગુજરાતમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે.

લોકડાઉન દરમિયાન બહાર નિકળ્યાં તો ન તો પાસપોર્ટ મળશે કે ન તો સરકારી નોકરી: રાજ્ય પોલીસવડા
કોરોના વાયરસના હાહાકારને પગલે સમગ્ર દેશમાં લોકડાઉનને જોતા પોલીસ અને પ્રશાસન દ્વારા લોકડાઉનનું કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે રાજકોટમાં મજૂરી કામ કરતા કૌશિક માંડેરા નામનાં યુવાને પોતાનાં વતન જામનગર ખાતે ગયો હતો. જો કે 4 દિવસથી લોકડાઉનના પગલે યુવાન ઘરમાં કંટાળી ગયો હતો. જામનગરના ગોકુલનગર વિસ્તાર ખાતેનાં પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.  જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

લોકડાઉનની સ્થિતીમાં રાજ્ય સરકાર 3.25 લાખ વિદ્યાર્થીઓને ખર્ચ પેટે 49 કરોડ રૂપિયા ચુકવશે
પોલીસ સ્ટેશનમાં તેના પિતાએ આપેલી ફરિયાદ અનુસાર મૃતકનાં પિતાએ જણાવ્યું કે, યુવાનો કોરોના વાયરસનાં કારણે બહાર જવા મળ્યું હતું. જેનાથી કંટાળીને તેણે દુપટ્ટા વડે આત્મહત્યા કરી લીધી છે. હાલ તો પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news