બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં કોરોના નવા કેસોમાં રાફડો ફાટ્યો છે. ગઈકાલ સાંજથી 24 કલાકમાં ગુજરાતમાં 176 નવા કેસ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસ 1275 પર પહોંચી ગયા છે. તો 7ના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 48 થયો છે. તો અમદાવાદમાં 143 કેસ થયા છે. મોટાભાગના નવા કેસ હોટસ્પોટ વિસ્તારના છે. આમ, જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 254 પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, 24 હજાર રેપીડ ટેસ્ટિંગ કીટ ગુજરાતમાં આવી ચૂકી છે. ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ, આરોગ્ય સચિવે આપેલા આંકડા પર નજર કરીએ તો, માત્ર 24 કલાકમાં ગુજરાતનાં નવા 254 કેસોનો ઉમેરો થયો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો કહી શકાય. 


[[{"fid":"260475","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"final_case_plate.jpg","field_file_image_title_text[und][0][value]":"final_case_plate.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"final_case_plate.jpg","field_file_image_title_text[und][0][value]":"final_case_plate.jpg"}},"link_text":false,"attributes":{"alt":"final_case_plate.jpg","title":"final_case_plate.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


હોટસ્પોટ શહેરોના કયા વિસ્તારોમાં સૌથી વધુ કેસ


  • અમદાવાદ


ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયાપુર, ખાડિયા, જુના વાડજ, જમાલપુર, અસારવા, કાંકરિયા, બેહરામપુરા, બોડકદેવ


  • વડોદરા


નાગરવાડા, ફતેપુરા, કારેલીબાગ


  • સુરત 


ભેસ્તાન, માન દરવાજા, યોગી ચોક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર