કોરોનાઃ રાજકોટમાં વધુ એક પોઝિટેવ કેસ, ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 39 પર પહોંચી
ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 600થી વધુ લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે. હવે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ સાથે રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના કુલ 4 મામલા સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં આ આંકડો 39 પર પહોંચી ગયો છે. જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 4, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 અને કચ્છમાં 1 કેસ છે.
રાજકોટમાં અત્યાર સુધા 4 પોઝિટિસ કેસ
આજે વધુ એક કેસ પોઝિટિવ આવતા રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના 4 મામલા સામે આવ્યા છે. જામનગરની લેબમાં આજે કુલ 24 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાથી રાજકોટનો એક મામલો પોઝિટિવ આવ્યો છે આ સિવાય તમામ કેસ નેગેટિવ આવ્યા છે.
દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 600ને પાર
ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 600થી વધુ લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી 605 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, '7433000104' વોટ્સએપ કરીને મેળવી શકશો કોરોનાની તમામ માહિતી
આ હેલ્પલાઇન નંબર પરથી મેળવી શકશો જાણકારી
જો કોઈ વ્યક્તિએ કોરોના અંગે કોઈ માહિતી મેળવવી હોય તો '7433000104' આ નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. આ મેસેજમાં તમારે નમસ્તે લખવાનું રહેશે. ત્યારબાદ તમને તમારા મોબાઇલ ફોન પર કોરોનાની તમામ માહિતી મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર