અમદાવાદ : શહેરમાં કોરોનાનું સંક્રમણ સ્ફોટક સ્તર પર પહોંચી ચુક્યું છે. આરોગ્ય વિભાગ પણ સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે પરેશાન છે. જો કે મોટા ભાગના દર્દીઓ હોમઆઇસોલેટ રહીને જ સારવાર લઇ રહ્યા છે. આ દર્દીઓની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સંજીવની કોરોના ઘર સેવા ટીમ સમયાંતરે મુલાકાત લઇને ચેકિંગ કર્યા કરે છે. જરૂરી વાઇટલની તપાસણ કરે છે અને જરૂરિયાત અનુસાર દવાઓ પુરી પડાય છે. આ ઉપરાંત દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું કે નહી તે બાબતે પણ સલાહ આપવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસલી પોલીસે નકલી પોલીસનો ખેલ ખુલ્લો પાડ્યો, એક મહિલા પણ તોડબાજી પણ સામેલ


આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંજીવની ટેલી મેડીસીન સેવા શરૂ કરવામાં આવી છે. જેનો ફોન નંબર 14499 છે. જેના પર સંપર્ક કરવાથી જે તે દર્દીને દોરોનાની સારવાર બાબતે હેલ્પલાઇન નંબર પરથી ડોક્ટરની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. દર્દીને જરૂર હોય તેવા તમામ પ્રકારનાં સવાલોનો જવાબ આપવામાં આવે છે. દર્દીને મુંઝવતા તમામ સવાલોનો જવાબ સંતોષકારક મળી રહે છે. જેના કારણે દર્દીને સાંત્વના પણ મળે છે અને સંતોષકારક જવાબ પણ મળી રહે છે. 


લારી ચલાવતા પિતાનો દીકરો બનશે અધિકારી, GPSC પાસ કરીને ગરીબ પરિવારનું નામ ગર્વથી ઉંચુ કર્યું


આ સેવા કોરોના પોઝિટિવ આવેલા અને હોમ આઇસોલેશનમાં રહેલા દર્દી માટે છે. જે આજથી જ કાર્યરત થશે. 24 કલાક ઉપલબ્ધ રહેશે. તેની જરૂરિયાત પ્રમાણે અમદાવાદ શહેરના નાગરિકો જેઓ કોરોના પોઝિટિવ છે. તબીબી સલાહ-માર્ગદર્શનની જરૂરિયાત છે. આ હેલ્પલાઇન પર ફોન કરીને કન્સલ્ટેશન મેળવી શકાશે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જઇ રહ્યું છે. ગઇકાલે 24 કલાકમાં શહેરમાં 2281 અને જિલ્લાના 30 સહિત કુલ 2311 કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube