અમદાવાદ : દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 69 થયા છે. આ સિવાય ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે. હાલમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોનાનો આતંક હવે ત્રીજા તબક્કામાં સતત વધવાનો છે એવી ચેતવણીના પગલે AMC હવે રાતોરાત મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ઓફિસરની ભરતી કરી રહ્યું છે. કોરોના વાઇરસના કેસો રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહ્યા છે.  આ સંજોગોમાં અમદાવાદની SVP હોસ્પિટલમાં અને સિવિલમાં હાલ આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જૂની વીએસ હોસ્પિટલમાં પણ નવા આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની તૈયારી કરવામાં આવી છે. આ સંજોગોમાં વધારે મેડિકલ સ્ટાફની જરૂર પડશે અને એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


શહેરવાર કોરોનાગ્રસ્ત દર્દીઓની વિગતો


 


શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 23 3
વડોદરા 9 0
રાજકોટ 9 0
ગાંધીનગર 9 0
સુરત 8 1
ભાવનગર 6 2
કચ્છ 1 0
ગીર-સોમનાથ 2 0
મહેસાણા 1 0
પોરબંદર 1 0
કુલ આંકડો 69 6

 


ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube