ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ એક સપ્તાહમાં વધી ગયો છે. એક સપ્તાહ પહેલા આ રેટ દેશમાં સૌથી ઓછો હતો, જે હવે વધીને દેશમાં સૌથી વધી ગયો છે. પ્રદેશમાં કોરોના વાયરસના ઉપચારથી દર્દીઓમાં એક દિવસમાં 500થી વધુ દર્દીઓનો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં એક સપ્તાહ પહેલા રિકવરી રેટ (recovery rate) 40.89 ટકા હતો, જે હવે વધીને 48.13 ટકા થઈ ગયો છે. દેશમાં હાલ આ રેટ 41.60 ટકા છે, જેથી હવે ગુજરાતમાં રિકવરી રેટ હવેદ દેશમાં સૌથી વધુ છે. 


ઓછા કેસ દર્શાવવા ગુજરાત સરકારનું ગતકડું, કોરોનાના ટેસ્ટ ઘટાડી દીધા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, સરકાર તરફથી રિકવરી રેટ વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ પ્રયાસોના પરિણામસ્વરૂપ મંગળવારે એક જ દિવસમાં હોસ્પિટલમાંથી 503 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 7137 દર્દીઓને રજા આપી દેવાઈ છે. જ્યારે કે, 6777 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. 


કોરોનાની સત્ય હીકકત છુપાવવા ગુજરાત સરકારે નવા રંગરૂપ સાથેની પ્રેસનોટ જાહેર કરી


હેલ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, કોરોના વાયરસની બીમારીથી બહાર આવતા દર્દીઓની સંખ્યા દેશમાં 64,426 થઈ ગઈ છે. કુલ કોરોના વાયરસ રોગીઓમાંથી 42 ટકાથી વધુ દર્દીઓ આ ઘાતક બીમારીમાંથી બહાર આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, સમય પર લોકડાઉન અને કોરોના વાયરસના કેસની શરૂઆતમાં જ ઓળખ થવાથી રિકવરી રેટ વધ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં 50,000થી વધુ COVID-19 કેસ નોંધાયા છે, જ્યાં 16,954 દર્દીઓ સાજા થયા છે. તમિલનાડુમાં 50 ટકાથી વધુના દરથી કોરોના વાયરસથી પ્રભાવિત દેશનું બીજું રાજ્ય છે. તમિલનાડુમાં 17728 કોરોના વાયરસ રોગીઓમાંથી 9342 દર્દીઓ રિકવર થયા છે. 
 
તો ગુજરાત અને દિલ્હી, ભારતમાં COVID-19 થી પ્રભાવિત બે રાજ્યોમાં 50 ટકા રિકવરી જોવા મળી છે. ગુજરાતમાં બીમારીથી 7137 દર્દીઓ રિકવર થયા છે. તો દિલ્હીમાં 14465 દર્દીઓમાંથી 7223 દર્દીઓ રિકવર થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર