અમદાવાદ : કોરોનાના સતત વધી રહેલા કેસો મુદ્દે હાઇકોર્ટની સરકારી કામગીરીથી નારાજ હોવાથી સુઓમોટો દાખલ કરી છે. કોવિડ નિયંત્રણમાં જે પ્રકારનો ઉછાળો થયો છે તે ગંભીર મુદ્દો છે. ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત્ત 15 એપ્રિલે સરકારે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં જણાવાયું કે, હાઇકોર્ટનાં સુચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા માટે તત્કાલ અસરકારક નિર્ણયો લેવાનાં શરૂ કરી દીધા હતા. આ સાથે જ આયુષ્માન ભારત તથા માં વાસ્તલ્ય કાર્ડ યોજનામાં કોવિડ 19ની સારવારનો પણ સમાવેશ કરવામાં આવી શકે તેમ જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબકી બાર 10000 કે પાર, ગુજરાતમાં કોરોનાના આંકડા સાંભળી આંખે અંધારા આવી જશે


સરકાર દ્વારા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાસ્તલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં વધારે ખર્ચની ચિંતા કર્યા વગર પણ મફતમાંસારી સારવાર કરાવી શકશે. મ્યુનિસિપલ કમિશ્નરો અને સમગ્ર રાજ્યના કલેક્ટરોને જરૂર પડ્યે કોઇ પણ હોસ્પિટલ હસ્તક કરવા માટેની છુટ આપવામાં આવી છે. હોટલો, હોસ્ટેલો અને કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર્સમાં બદલવામાં આવી રહ્યા છે. જેથી માઇલ્ડ લક્ષણો ધરાવતા લોકોને ત્યાં રાખી શકાય. 


AHMEDABAD માં રેમડેસિવિર ઇન્જેક્શન બાદ વધારે એક ઇન્જેક્શનની કાળા બજારીનો પર્દાફાશ


હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી કારિઆની બેંચે 12 એપ્રીલે સુઓમોટો  હેઠળ નોંધેલી PIL ની સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકાર તરફથીએડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીને રજુઆત કરી હતી. જેમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ ડો જયંતી રવિ અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન જોડાયા હતા. હાઇકોર્ટની બેન્ચે આ સુનાવણીમાં સરકારની નીતિઓ અંગે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube