રાજકોટ : રાજકોટમાં એક પછી એક કોરોના પોઝિટિવ આવવા લાગ્યા છે. રાજકોટની સર ટી હોસ્પિટલ ખાતે સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. જેમાં શિહોરનાં એક વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 18 સેમ્પલ મોકલાયા હતા જે પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 17 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 10 વ્યક્તિઓ વડોદરા નાગરવાડા ગયા હતા. તેના સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. શિહોરના જલુના ચોકમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેના પગલે પરિવારજનોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના કુશલગઢમા 37 કોરોના પોઝિટિવ, ગુજરાત બોર્ડરનાં 3 જિલ્લામાં ફફડાટ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વધારે એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ મહિલાના પતિને પણ રજા આપવામાં આવી હતી. પતિ-પત્ની બંન્નેએ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે દર્દીને જણાવ્યું કે, બે ત્રણ વખત હું ઢીલો પડી ગયો હતો. મને ન્યૂમોનિયા હતો. મારા 9 વર્ષના બાળકની પણ એટલી જ ચિંતા હતી. રાજકોટમાં અત્યાર સુધી 8 કોરોનાના દર્દીઓને સાજા કરીને રજા આપવામાં આવી ચુકી છે.


રાજકોટમાં કોરોનાનો હાહાકાર જંગલેશ્વરને ઇમ્તિયાઝ-નદીમે બનાવ્યું હોટસ્પોટ

સિવિલ હોસ્પિટલમાંથી કોરોના આઇસોલેશ વોર્ડમાંથી ત્રણ શંકાસ્પદ દર્દીઓ ભાગી છુટ્યા હતા. જે પૈકી એક રાજકોટના શહેરી વિસ્તારનો અને અન્ય 3 જિલ્લાના દર્દીઓ હતા. આરોગ્ય વિભાગ દ્વારા એકને ઝડપી લેવામાં આવ્યો હતો. આઇસોલેશ વોર્ડમાં દાખલ કર્યો હતો. હજુ બે દર્દીઓ ફરાર છે. એક મહિલા શંકાસ્પદ દર્દી તેની સાથે ભાગી ગઇ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube