રાજકોટમાં કોરોનાનો હાહાકાર જંગલેશ્વરને ઇમ્તિયાઝ-નદીમે બનાવ્યું હોટસ્પોટ

રાજકોટમાં કોરોનાના કુલ 18 કેસ સામે આવ્યા છે. જે પૈકીનાં 9 તો માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી જ આવ્યા છે. આ સમગ્ર વિસ્તારને હોટસ્પોટ બનાવવા પાછળ આ નદીમ નામના શખ્સનો જ હાથ છે. નદીમ UAEથી આવ્યો હતો અને પહોંચ્યા બાદ બિમાર પડી ગયો હતો. ત્યાર બાદ શેરી નં. 27માં રહેલા અલ્તાફ અને ત્યાર બાદ પાડોશી અને મિત્રને પણ ચેપ લાગતા એક સાથે 7 કેસ સામે આવ્યા હતા. અલ્તાફને સંક્રમણ ક્યાંથી થયું તેનો જવાબ હજી સુધી આરોગ્ય વિભાગને મળ્યો નથી. જો કે પોલીસે તપાસ કરતા કોન્ટેક ટ્રેસિંગનાં આધારે ચેપનો કેરિઅર ઇમ્તિયાઝ ડાકોરા હોવાનું ખુલ્યું છે. 
રાજકોટમાં કોરોનાનો હાહાકાર જંગલેશ્વરને ઇમ્તિયાઝ-નદીમે બનાવ્યું હોટસ્પોટ

રાજકોટ : રાજકોટમાં કોરોનાના કુલ 18 કેસ સામે આવ્યા છે. જે પૈકીનાં 9 તો માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી જ આવ્યા છે. આ સમગ્ર વિસ્તારને હોટસ્પોટ બનાવવા પાછળ આ નદીમ નામના શખ્સનો જ હાથ છે. નદીમ UAEથી આવ્યો હતો અને પહોંચ્યા બાદ બિમાર પડી ગયો હતો. ત્યાર બાદ શેરી નં. 27માં રહેલા અલ્તાફ અને ત્યાર બાદ પાડોશી અને મિત્રને પણ ચેપ લાગતા એક સાથે 7 કેસ સામે આવ્યા હતા. અલ્તાફને સંક્રમણ ક્યાંથી થયું તેનો જવાબ હજી સુધી આરોગ્ય વિભાગને મળ્યો નથી. જો કે પોલીસે તપાસ કરતા કોન્ટેક ટ્રેસિંગનાં આધારે ચેપનો કેરિઅર ઇમ્તિયાઝ ડાકોરા હોવાનું ખુલ્યું છે. 

અલ્તાફ પતાણી પોઝિટિવ આવ્યા બાદ તેની શેરીમાં રહેલા જીલુબેન અને આશિયાનાબેન કે જેમાં લક્ષણો જ ન હોય તે પોઝિટિવ હતા. લક્ષણો નહી હોવાનાં કારણે આરોગ્ય વિભાગે અલ્તાફના સંપર્કમાં આવેલા તેના પરિવારજનો અને મિત્ર ઇમ્તિયાઝ ડાકોરાના સેમ્પલ લીધા હતા. તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા. નદીમ સાથે અલ્તાફને કોઇ લેવા દેવા નહી હોવા છતા નદીમને ચેપ લાગ્યાના ઘણા દિવસો બાદ અલ્તાફ પોઝિટિવ આવતા તેના ચેપનો સોર્સને શોધવાની જવાબદારી પોલીસે સોંપાઇ હતી. જેમાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news