સુરત: ચિંતાજનક સમાચાર, નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર
ગુજરાતમાં અમદાવાદ બાદ જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યાં છે તે સુરત શહેર છે. અહીંથી એક ચિંતાજનક સમાચાર આવ્યાં છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે.
ચેતન પટેલ, સુરત: ગુજરાતમાં અમદાવાદ બાદ જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યાં છે તે સુરત શહેર છે. અહીંથી એક ચિંતાજનક સમાચાર આવ્યાં છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે.
મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલમાંથી 50 વર્ષના ભગવાન હરકિશનભાઈ રાણા નામના દર્દી ફરાર થઈ ગયા છે. સવારના અગિયાર વાગ્યાની આસપાસ તેઓ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થઈ ગયાં. આ દર્દીનો 21મી એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ દર્દી નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ભાગી છૂટતા તંત્ર દોડતું થયું છે. તાબડતોબ સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી છે. આ બાજુ પોલીસે પણ દર્દીની શોધખોળ શરૂ કરી દીધી છે.
કોરોના પોઝિટિવ દર્દીનું મોત
સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. 22 વર્ષના રામકેશ ફાગુ નિશાદ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેને 25 એપ્રિલના રોજ દાખલ કરાયો હતો. યુવકને લીવર સહિતની બીમારી પણ હતી. મૃતક યુવકને એપેડેમિક નિયમ પ્રમાણે અંતિમ વિધિ કરાશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube