વડોદરામાં શ્રીલંકાથી આવેલા કોરોના દર્દીનું મોત, ગુજરાતમાં કુલ 7ના મોત
ગુરુવારે વહેલી સવારે વડોદરા (vadodara) માં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)થી મરનારા લોકોનો આંકડો 7 પર પહોંચી ગયો છે. શ્રીલંકાથી આવેલા આ દર્દીએ કોરોના સામે લાંબી લડત આપી હતી. જેના બાદ આ ઉંમરલાયક દર્દીનું મોત નિપજ્યું છે. શ્રીલંકાથી આવેલ આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાના ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. જોકે, પુત્ર અને પુત્રવધૂનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને અને બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
રવિ અગ્રવાલ/વડોદરા :ગુરુવારે વહેલી સવારે વડોદરા (vadodara) માં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)થી મરનારા લોકોનો આંકડો 7 પર પહોંચી ગયો છે. શ્રીલંકાથી આવેલા આ દર્દીએ કોરોના સામે લાંબી લડત આપી હતી. જેના બાદ આ ઉંમરલાયક દર્દીનું મોત નિપજ્યું છે. શ્રીલંકાથી આવેલ આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાના ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. જોકે, પુત્ર અને પુત્રવધૂનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને અને બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મફતમાં અનાજ મેળવવાની લ્હાયમાં વડોદરાવાસીઓએ કરી પડાપડી...
કોરોનોના શંકાસ્પદ દર્દી ભાગી ગયો
વડોદરામાં કોરોનાનો શંકાસ્પદ દર્દી ભાગવાનો મામલો સામે આવ્યો છે. અલી હુસેન સીદ્દીકી નામનો યુવક શંકાસ્પદ કોરોના દર્દી હતો. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી તે ભાગી ગયો હતો. પોલીસે યુવાનને ઝડપીને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો છે. કોરોના વાયરસના શંકાસ્પદ હોવાથી સારવાર અર્થે ખસેડાયો છે. સારવાર બાદ ગોરવા પોલીસ તેની ધરપકડ કરશે.
નિઝામુદીન મરકજમાં હાજરી આપનાર 1500ની યાદી કેન્દ્ર સરકારે ગુજરાતને સોંપી
ઉલ્લેખનીય છે કે, લેટેસ્ટ સરકારી આંકડા મુજબ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 85 પર પહોંચી ગયો છે. પોરબંદરમાં બે અને સુરતમાં એક નવો કેસ નોંધાયો છે. જામનગરની લેબમાં કુલ 9 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંન્ને કેસ પોરબંદરના છે. એક 27 વર્ષીય યુવતી અને 42 વર્ષના યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે. બાકી તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો સુરતમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા મધ્યપ્રદેશથી સુરત આવી હતી. તો રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર