જામનગરમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, દ્વારકાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યને કોરોના પોઝિટિવ
ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1800એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે દ્વારકાના ખંભાળિયાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ જામનગરમાં એક સાથે 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો:- ભરૂચમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 18 કેસ; ગાંધીનગરમાં 17 કોરોના પોઝિટિવ કેસ
દ્વારકા જિલ્લાના ખંભાળિયાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોંગ્રેસના મેરામણભાઇ ગોરીયાને કોરોના પોઝિટિવ આવ્યોછે. મેરામણભાઈ ગોરીયાને કોરોના પોઝિટિવ આવતા તેમના પત્નીના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ મેરામણભાઈ સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ જામનગરમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થતા આજે વધુ નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો:- રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે: કોરોનાના સંકટમાં ડોક્ટરોએ ફરી એકવાર ભજવી ભગવાનની ભૂમિકા
જામનગરમાં વધુ એક પત્રકારને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં અત્યાર સુધીમાં કુલ 230 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબીમાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. મોરબીની પારેખ શેરીમાં 64 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ધોરાજીમાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોરાજીના અવેડા ચોક વિસ્તારમાં 50 વર્ષીય યુવક, જમનવાડા ગામે 33 વર્ષીય યુવક, માતાવાડી વિસ્તારમાં 40 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ નોધાયો છે. આ સાથે ધોરાજીમાં કુલ 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube