ભરૂચમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 18 કેસ; ગાંધીનગરમાં 17 કોરોના પોઝિટિવ કેસ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1800એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ ક્યાં કેટલા કેસ નોંધાયા છે.
ભરૂચ જિલ્લામાં આજે કોરોનાનો ફરી એકવાર વિસ્ફોટ થયો છે. ભરૂચમાં એક દિવસમાં સૌથી વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે. જ્યારે જિલ્લામાં 1 દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. ભરૂત શહેરમાં 11, અંકલેશ્વરમાં 5 અને જંબુસરમાં 2 દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 250 પર પહોંચ્યો છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નવા 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગાંધીનગર તાલુકામાં 6, કલોલમાં 8, માણસામાં 1 અને દેહગામમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે આજે 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વલસાડ જિલ્લામાં આજે 15 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. વલસાડમાં 3, વાપીમાં 12 કેસ નોંધાયા છે.
જામનગરમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થતા આજે વધુ નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગરમાં વધુ એક પત્રકારને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં અત્યાર સુધીમાં કુલ 230 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
મહેસાણા જિલ્લામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યાં છે. મહેસાણા જિલ્લામાં આજે 12 નવા કોરોના પોઝિટિવ કસે સામે આવ્યા છે. જેમાં મહેસાણામાં 5, કડીમાં 5, બહુચરાજીમાં 2 કેસ નોંધાયો છે. જ્યારે પાદરામાં કોરોનાના વધુ 6 કેસ, તો બીજી તરફ ડભોઇમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
ધોરાજીમાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોરાજીના અવેડા ચોક વિસ્તારમાં 50 વર્ષીય યુવક, જમનવાડા ગામે 33 વર્ષીય યુવક, માતાવાડી વિસ્તારમાં 40 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ નોધાયો છે. આ સાથે ધોરાજીમાં કુલ 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો:- વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, રાજ્યની એન્જિનિયરીંગ કોલેજોમાં આ નવા 7 કોર્સની મળી મંજૂરી
અરવલ્લીમાં કોરોનાના વધુ 4 કેર પોઝિટિવ આવ્યા છે. મોડાસા શહેરમાં 3 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારેસ માલપુરના અણીયોરકંપામાં યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના 231 કેસ નોંધાયા છે.
જામકંડોરણામાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગોકુલધામ સોસાયટીમાં 35 વર્ષીય મહિલા, સાજડિયારીમાં 60 વર્ષીય વૃદ્ધા, તેમજ ગુંદાસરી ામે 41 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જામકંડોરણમાં અત્યાર સુધીમાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જેતપુરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક મહિલા અને એક પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જૂનાગઢના જલારામ મંદિર પાસે રહેતા સુરતથી આવેલા 44 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જુના પંચપીપળા પાસે રહેતી સુરેન્દ્રનગરથી આવેલી 37 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
દાહોદમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દાહોદના 46 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેસાવાડાના 30 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને પોઝિટિવ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં હાલ 11 એક્ટિવ કેસ છે. આ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો આંકડો 61ને પાર કરી ગયો છે.
પાટણ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામ ખાતે રહેતા 72 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. પાટણ જિલ્લામાં કોરોનાનો આંક 215 પર પહોંચ્યો છે. મોરબીમાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. મોરબીની પારેખ શેરીમાં 64 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
ઉપલેટામાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. શિયાથી આવેલા એમ.બી.બી.એસના વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપલેટા શહેરમાં અત્યાર સુધીમાં 5 અને ગ્રામ્યમાં 5 સાથે કુલ 10 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. દર્દીને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. સમગ્ર વિસ્તાર સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે