અમદાવાદ : રાજ્યમાં લોકો દિવાળીની ઉજવણી હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યા છે જો કે દરમિયાન અમદાવાદમાં કોરોનાના દર્દીની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. છેલ્લા 3 દિવસમાં આશરે 60 ટકા જેટલો કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશ અને દિવાળીની રાત ભારે રહી છે. આ બંન્ને રાત્રે કોરોનાના નવા દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીની રાત્રે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી 91ની સ્થિતી ગંભીર હતી. આ સિરિયસ દર્દીની તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અડધી રાત્રે સિવિલમાં એક નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી. જ્યારે કાળી ચૌદશની રાત્રે નવા બે વોર્ડ ખોલવાની ફરજ પડી હતી. સિવિલ હોસ્પિટલનો આઇ.સી.યુ છેલ્લા ઘણા દિવસોથી ખાલી જણાતો હતો તે ફરીથી દર્દીના કારણે પેક થઇ શકે છે. 

દરમિયાન અમદાવાદમાં કોવિડનાં ખાલી બેડ ટપોટપ ભરાવા લાગ્યા છે. શહેરમાં મનપા ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા ઘટી રહી છે. શહેરની 74 હોસ્પિટલોમાં 529 બેડ જ ખાલી બચ્યા છે. એમએમસી ક્વોટાના 1745 બેડમાંથી 307 બેડ ખાલી છે. જ્યારે પ્રાઇવેટ ક્વોટાના 2207માંથી 227 બેડ જ ખાલી છે.