દીવ : કેન્દ્રસાસીત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના સ્વાસ્થય વિભાગનાં હેલ્થ સેક્રેટરી દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોવિડ 19નો ટેસ્ટ રિપોર્ટ જે વ્યક્તિ કરાવવા ઇચ્છતો હોય તે ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટ કરાવી શકે છે. આ લેબોરેટરીમાં જો કે મોમાંગ્યા ભાવ ન વસુલે તે માટે તંત્ર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હિટવેવની આગાહી, 43 થી 45 ડિગ્રીએ તાપમાન પહોંચશે

જેમાં નોર્મલ ટેસ્ટનાં 3 હજાર રૂપિયા અને ઇમરજન્સી ટેસ્ટનાં 4500 રૂપિયા વસુલવામાં આવશે. ટેસ્ટ રિપોર્ટ માઇક્રો બાયોલોજીકલ લેબ સેલવાસ દ્વારા કરવામાં આવશે. દીવ મેડિકલ  ઓફીસર કે. સુલ્તાનનાં અનુસાર સર્વેલન્સ બાદ જ વાયરસના સંક્રમણ અંગે માહિતી મેળવી શકાશે. નજીકનાં વિસ્તારોમાંથી પોઝિટિવ કેસ આવ્યા છે. જેથી તંત્ર સતત સતર્ક છે.


લોન લેવા રાજકોટવાસીઓ કોરોના, ગરમી, સોશિયલ ડિસ્ટન્સિંગ બધુ જ ભૂલ્યા, 800થી વધુ ફોર્મ લેવા પહોંચ્યા

દીવમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેડ ઝોન અને ઓરેન્જ ઝોનમાંથી લોકો દીવમાં આવે છે. તેમના સેમ્પલ લેવાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દીવમાં પ્રવેશતા લોકોની પ્રાથમિક તપાસ કર્યા બાદ જ તેમને દીવમાં પ્રવેશવા દેવામાં આવે છે. તેમ છતા તંત્ર તકેદારી રાખી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર