• કોવિડની સ્થિતિમાં સંક્રમણને ધ્યાને લઇ આ નિર્ણય કરાયો.

  • સુરતથી અમદાવાદ જતી એસટી બસો પર પણ પ્રતિબંધ મૂકાયો


હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યુ છે. અમદાવાદમાં કરફ્યૂ (ahmedabad curfew) બાદ હવે ગુજરાતના મોટા શહેરોએ તકેદારીના પગલા લેવાની શરૂ કરી છે. અન્ય રાજ્યનુ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. આવામાં અમદાવાદ આવતી જતી તમામ એસટી બસો પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે હવે સુરત પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, અન્ય શહેરોમાઁથી સુરત (surat) આવતા તમામ લોકોનું કોરોના ટેસ્ટીંગ ફરજિયાત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી બાદ પરત ફરેલા લોકોનું ટેસ્ટીંગ
સુરતના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણી દ્વારા જાહેરાત કરાઈ કે, તહેવારો બાદ સુરત આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાશે. દિવાળીમાં બહાર ગયેલા લોકોનું સુરતમાં પ્રવેશ સમયે ટેસ્ટિંગ થશે. કોવિડની સ્થિતિમાં સંક્રમણને ધ્યાને લઇ આ નિર્ણય કરાયો છે. 



સુરતથી અમદાવાદની એસટી બસ રદ
અમદાવાદમાં હાલ કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી અમદાવાદ જતી આવતી તમામ બસો પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે સુરતથી અમદાવાદ જતી એસટી બસો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદ કરફ્યૂને કારણે આ નિર્ણય લેવાયો છે. તો સાથે જ અન્ય જગ્યા પરની બસો ડાયવર્ટ કરાશે. સોમવારે સવારે 6 વાગ્યા સુધી એસટી બસો પર પ્રતિબંધ મૂકાયો છે. 


ગાંધીનગરમાં આજે હાઈ પાવર કમિટીની બેઠક 
તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને નિયમિત મળતી હાઈ પાવર કમિટીની બેઠક આજે મહત્વપૂર્ણ બની રહેશે. અમદાવાદમાં નાખવામાં આવેલા 57 કલાકના કરફ્યુ અને અન્ય મહાનગર પાલિકાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી વિચારણા તમામ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. કોરોનાના વધતા જતા આંકડાઓ વચ્ચે હાઈપાવર કમિટીમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાય એવી સંભાવના છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને સાંજે પાંચ વાગ્યે હાઈ પાવર કમિટીની બેઠક મળશે.