Corona: રાજ્યમાં એક દિવસમાં કેસ 8 હજારને પાર, મૃત્યુઆંકે પણ નવો રેકોર્ડ બનાવ્યો
ગુજરાતમાં સતત વધી રહેલા કેસે લોકોની ચિંતા વધારી છે. આજે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ અને મૃત્યુએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. જે પ્રકારે કેસમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8152 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કુલ 81 દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં આ એક દિવસમાં કેસ અને મૃત્યુનો રેકોર્ડ છે. રાજ્યમાં અમદાવાદમાં 27 અને સુરત શહેરમાં 25 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ રાજ્યમાં 3023 લોકો સાજા થયા છે. આ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3 લાખ 75 હજાર 768 થઈ ગઈ છે. કોરોનાથી રાજ્યમાં 5076 લોકોના મોત થયા છે.
રાજ્યમાં થયેલા મોતની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 27 લોકોના મોત થયા છે. તો સુરત શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 6, બનાસકાંઠા, ગાંધીનગર શહેર, રાજકોટ ગ્રામ્ય, સાબરકાંઠામાં બે-બે તથા અમદાવાદ ગ્રામ્ય, આણંદ, ભરૂચ, ગાંધીનગર ગ્રામ્ય, જુનાગઢ, સુરત ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં એક-એક દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2631, સુરત શહેરમાં 1551, રાજકોટ શહેરમાં 698, વડોદરા શહેરમાં 348, સુરત ગ્રામ્ય 313, મહેસાણા 249, ભાવનગર શહેર 161, ભરૂચ 161, વડોદરા ગ્રામ્ય 138, જામનગર 121, નવસારી 104, બનાસકાંઠા 103 અને ભાવનગરમાં 103 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસ વધીને 44298 થઈ ગયા છે. જેમાં 267 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં 3 લાખ 26 હજાર 394 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 5076 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 86.86 ટકા આવી ગયો છે.
[[{"fid":"320552","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube