• તબીબોના મતે કોરોના વાયરસની ત્રીજી લહેર વદુ ઘાતક અને ખતરનાક છે, ત્યારે ક્યારે આવશે આ ત્રીજી લહેર તે જાણીએ

  • ત્રીજી લહેરમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે વધુ ધાતક સાબિત થવાની શક્યતા ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી


ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની બીજી લહેરમાં દેશ હચમચી ગયો છે. બીજી લડાઈ હજી આપણે પૂરી રીતે લડી શક્યા નથી, ત્યાં ત્રીજી લહેર (third wave) નો ખતરો તોળાઈ રહ્યો છે. એક્સપર્ટસના મતે, કોરોનાની ત્રીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. એક્સપર્ટસ કહે છે કે, ઓક્ટોબર મહિનામાં ત્રીજી લહેર આવસે. જો આ લહેર મ્યુટેશન સાથે આવે તો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ આ માટે વેક્સીનથી આશા જાગી છે. ઓક્ટોબર સુધી અનેક લોકો વેક્સીનેટેડ હશે, તો આ ખતરો ટળી શકે છે તેવુ તબીબોનું કહેવું છે. ગાઈડલાઈનનું પાલન, રસી લઈને કોરોનાની ત્રીજી લહેરે ઘાતક ન બનવા દઈએ તે માટે માનસિક રીતે તૈયાર રહેવુ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : પાટીદારોની મજબૂત સંસ્થા કોરોના સંકટમાં આવી ગુજરાતની વ્હારે, અમેરિકાથી મોકલી મદદ


બીજી લહેરમાં નિયમો ન પાળ્યા, તો મ્યુટેશન વધુ ઘાતક બન્યું 
આ વિશે ડો.વસંત પટેલનું કહેવુ છે કે, કોરોનાની પહેલી લહેરમાં અગાઉ 68 દિવસનું લોકડાઉન અને એસઓપીના પાલન કરાયું હતું. આ કારણથી પહેલી લહેરમાં સંક્રમણ ઘટ્યુ હતું અને મૃત્યુદરને કન્ટ્રોલ કરી શકાયો હતો. બીજી લહેરમાં કોઈ જ નિયમો પાળવામાં ન આવ્યા. સરકારે ન કડક કાયદા મૂક્યા, તો બીજી તરફ પ્રજાએ પણ મનમાની છૂટ લીધી અને નિયમો નેવે મૂક્યા. રસીકરણ પૂરતુ થયુ ન હતું તેથી બીજી લહેર (third wave india) માં મૃત્યુદર ઉંચો જોવા મળ્યો. સંક્રમણ અને મોત આ જ કારણે થયા છે. વાયરસનું મ્યુટેશન (mutation) આ જ કારણે ઘાતક બન્યું છે. 


આ પણ વાંચો : ગર્લફ્રેન્ડને અમદાવાદમાં ફેરવી, જલસા કરાવ્યા... પછી બોયફ્રેન્ડનો એવો ભાંડો ફૂટ્યો કે...


ઘોઘંબા : લગ્નમાં ગયેલી પિતરાઈ બહેનો રાત્રે ગુમ, સવારે ઝાડ પર લટકી મળી બંનેની લાશ