ગર્લફ્રેન્ડને અમદાવાદમાં ફેરવી, જલસા કરાવ્યા... પછી બોયફ્રેન્ડનો એવો ભાંડો ફૂટ્યો કે...

ગર્લફ્રેન્ડને અમદાવાદમાં ફેરવી, જલસા કરાવ્યા... પછી બોયફ્રેન્ડનો એવો ભાંડો ફૂટ્યો કે...
  • કોઇ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ચોરી કરે તો કોઇ નશો કરવા માટે ચોરી કરે. પણ અમદાવાદમાં તો એક એવો યુવાન પકડાયો છે જે ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરતાં ચોરીના રવાડે ચઢી ગયો

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદની વટવા જીઆઇડીસી પોલીસના હાથે એક એવો ચોર ઝડપાયો છે જેને પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ તો કરી પણ તેણે જે રસ્તો અપનાવ્યો તે પોલીસને પણ વિચારતા કરી મૂકે તેવો નીકળ્યો. પોતાની પાસે કોઈ ટુવ્હીલર નહોતુ, પણ ગર્લફ્રેન્ડને જલસા-પાણી તો કરાવવા હતાં અંતે યુવાને એવું પગલું ભર્યું કે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.

વટવા જીઆઇડીસી વિસ્તારમાં એક્ટિવાની ચોરીના વધતાં પ્રમાણને અટકાવવા પોલીસે એડીચોટીનું જોર લાગવી દીધુ હતું. બે મહિનાની મહેનત બાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એક્ટિવા ચોરની રંગે હાથ ધરપકડ કરી લીધી. પણ આ ચોરી કરવા પાછળનું જે કારણ સામે આવ્યું તે જાણીને પોલીસ પણ અચરજ પામી ગઈ.

આ પણ વાંચો : પાટીદારોની મજબૂત સંસ્થા કોરોના સંકટમાં આવી ગુજરાતની વ્હારે, અમેરિકાથી મોકલી મદદ

ગર્લફ્રેન્ડને જલસા કરાવવા એક્ટિવાની ચોરી
મૂળ ઉત્તર પ્રદેશનો અને અમદાવાદના બાપુનગરમાં રહેતા 23 વર્ષના અસલમ ઉર્ફે છોટુ શેખને પોતાની ગર્લફ્રેન્ડને રોજે રોજ એક્ટિવા પર ફેરવવી મોંઘી પડી છે. અસલમ પોતાની ગર્લફ્રેન્ડને ચક્કર મરાવવા માટે રોજ કોઈને કોઈના ટુવ્હીલરની ચોરી કરતો. ખાસ તો એ કે, તે ચોરી માટે માત્રને માત્ર એક્ટિવાની જ પસંદગી કરતો. ગર્લફ્રેન્ડને ફેરવે, તેના ઘરે મૂકી આવે બાદમાં પેટ્રોલ ખાલી થઈ જાય એટલે ગમે તે જગ્યાએ એક્ટિવા મૂકી ચાલ્યો હતો. આવી જ રીતે એક્ટિવા ચોરી કરી તેને અવાવરું જગ્યાએ મૂકીને ચાલ્યા જતાં સમયના સીસીટીવી હાથ લાગ્યા અને તેમાં આરોપીનો ભાંડો ફૂટી ગયો.

આ પણ વાંચો : ઘોઘંબા : લગ્નમાં ગયેલી પિતરાઈ બહેનો રાત્રે ગુમ, સવારે ઝાડ પર લટકી મળી બંનેની લાશ 

પોલીસે વિવિધ 8 ચોરીના એક્ટિવા સાથે અસલમની ધરપકડ કરી છે. સાથે જ 15થી વધુ એક્ટિવાની ચોરી કર્યાની કબૂલાત પણ તેણે આપી છે. એક્ટિવામાં જૂની ચાવી લાગી જતી હોવાથી તેને ચોરવામાં સરળતા રહેતી અને તેનો જ ફાયદો અસલમ ઉઠાવતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news