રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાં કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે. આજે નવા 44 કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે કુલ 272 સેમ્પલ ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 44નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા કેસની સાથે વડોદરામાં કુલ સંક્રમિતોની સંખ્યા 2178 થઈ ગઈ છે. તો આજે સાજા થયા બાદ કુલ 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી 1509 દર્દીને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. વડોદરા જિલ્લામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 50 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લામાં નવા 15 કેસ
વલસાડ જિલ્લામાં એક સાથે નવા 15 કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયું છે. આજે નવા નોંધાયેલા કેસમાં વાપીમાં 12, વલસાડ, પારડી અને ઉમરગામમાં એક-એક કેસ નોંધાયા છે. આ નવા કેસની સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંકડો 129 પર પહોંચી ગયો છે. 


વડોદરા પાલિકામાં સમાવેશ થવા મુદ્દે સેવાસી ગામનો વિરોધ, પૂતળાનું દહન કર્યું


શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
શનિવારે રાત્રે રાજ્ય સરકારના મેડિકલ બુલેટિન પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 30 હજાર 774 પર પહોંચી ગઈ છે. જેમાં અત્યાર સુધી 1790 લોકોના મૃત્યુ થયા છે. તો કુલ 22417 દર્દીઓ અત્યાર સુધી રિકવર થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 20269 છે, તો 1411 લોકોના મૃત્યુ પણ થયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube