ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. આ સાથે કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. છેલ્લા કેટવલાક દિવસથી દરરોજ 1 હજારની ઉપર કેસ સામે આવી રહ્યાં છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 1052 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન વધુ 22 લોકોના મૃત્યુ પણ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 1015 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 56,874 પર પહોંચી છે. તો મૃત્યુઆંક 2348 થઈ ગયો છે. રાજ્યમાં સારવાર બાદ કુલ 41380 રિકવર થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વધુ 22 લોકોના મૃત્યુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 4, સુરત ગ્રામ્યમાં 4, પાટણમાં 2, નડોદરા શહેરમાં 2, ભાવનગર, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ અને વડોદરા ગ્રામ્યમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આમ કુલ 22 લોકોના મૃત્યુ થયા છે. 


રાજ્યમાં નવા કેસની વિગતો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ સુરત શહેરમાં નોંધાયા છે. ત્યાં 204 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ અમદાવાદ શહેરમાં 144, વડોદરા શહેરમાં 82, સુરત ગ્રામ્યમાં 54, રાજકોટ શહેરમાં 50, અમદાવાદ ગ્રામ્યમાં 40, સુરેન્દ્રનગરમાં 30, દાહોદમાં 27, પાટણમાં 27, ભરૂચ, ગાંધીનગર અને રાજકોટ ગ્રામ્યમાં 24-24 કેસ નોંધાયા છે. તો અમરેલીમાં 22, બનાસકાંઠા અને ભાવનગર શહેરમાં 19-19 કેસ સામે આવ્યા છે. 


[[{"fid":"274402","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યનો રિકવરી રેટ 72.75 ટકા
રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિની વાત કરીએ તો એક્ટિવ કેસોની સંખ્યા 13146 છે. જેમાં 81 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 41380 લોકો સાજા થઈ ગયા છે. મૃત્યુઆંક 2348 છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25474 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 6 લાખ 67 હજાર 844 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજની તારીખે 4 લાખ 73 હજાર 299 લોકો ક્વોરેન્ટાઈન છે. તો ગુજરાતનો રિકવરી રેટ 72.75 ટકા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube