ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1145 કેસ નોંધાયા છે. તો કોરોના મહામારીને કારણે વધુ 17 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1120 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 78.98 ટકા પહોંચી ગયો છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 82 હજાર 87 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 2839 થયો છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 64 હજાર 830 દર્દીઓ સાજા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી 2839 મૃત્યુ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 17 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 4, સુરત જિલ્લામાં 7, રાજકોટ શહેરમાં 3, ભાવનગર શહેરમાં 1, ગાંધીનગર અને પાટણમાં એક-એક દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2839 પર પહોંચી ગયો છે. 


રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં મોટો વધારો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 63 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં દરરોજ પ્રતિ મીલીયન વસ્તી પ્રમાણે 969.70 ટેસ્ટ થઈ રહ્યાં છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 15 લાખ જેટલા કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 14418 છે. જેમાં 81 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 14337 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 65 હજાર દર્દીઓ સાજા થયા છે.  રાજ્યમાં આજની તારીખે 5 લાખ 15 હજાર 313 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન છે. 

[[{"fid":"277968","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 166, અમદાવાદ શહેરમાં 146, વડોદરા શહેરમાં 93, સુરત ગ્રામ્યમાં 72, રાજકોટ શહેરમાં 62, જામનગરમાં 59, પંચમહાલમાં 44, ભાવનગર શહેરમાં 35, મોરબીમાં 34, રાજકોટમાં 34, કચ્છમાં 30, દાહોદમાં 28, અમરેલીમાં 27, ભાવનગર ગ્રામ્યમાં 25, ભરૂચ અને વડોદરા ગ્રામ્યમાં 22-22 કેસ નોંધાયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube