ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 184 કેસ સામે આવ્યા છે. એટલે કે રાજ્યમાં 20 કેસનો વધારો થયો છે. મંગળવારે 164 કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે. તો કોરોનાની સારવાર બાદ 112 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 12 લાખ 26 હજાર 712 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 91 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 18, સુરત શહેરમાં 16, રાજકોટ શહેરમાં 10, ગાંધીનગર શહેરમાં 7, કચ્છમાં 4, સુરત ગ્રામ્યમાં 4, વલસાડમાં 4, અમદાવાગ ગ્રામ્યમાં 3, ભરૂચમાં 3, ગાંધીનગર ગ્રામ્યમાં 3, જામનગર જિલ્લામાં 5, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારીમાં બે-બે, ભાવનગર, મહેસાણા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો અમદાવાદમાં એકનું મોત થયું છે. 


આ પણ વાંચોઃ 18 જૂને પીએમ મોદીના હસ્તે 1 લાખ 41 હજાર પરિવારોને મળશે ઘરનું ઘર


શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 991 પર પહોંચી ગયા છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1214775 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.03 ટકા છે. 


ગુજરાતમાં આજે સાંજે 5 કલાક સુધીમાં 43 હજાર 217 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી વેક્સીનના કુલ 11 કરોડ 6 લાખ 33 હજાર 665 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 


વધી રહ્યા છે કોરોનાના કેસ, કેટલી કારગર છે કોવેક્સીન? ત્રીજા ડોઝથી શું થાય છે ફાયદો?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube