ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંકટ હવે દૂર થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા 8 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. તો 9 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 12 લાખ 23 હજાર 971 થઈ ગઈ છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10942 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 12 હજાર 956 લોકો સાજા થઈ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 3 કેસ સામે આવ્યા છે. ખેડામાં 2, ગાંધીનગરમાં 1, કચ્છમાં 1 અને વડોદરામાં એક કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ માત્ર 73 છે, જેમાં બે દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા છે. 


ગુજરાતમાં આજે સાંજે 5 કલાક સુધીમાં કોરોના વેક્સીનના 34 હજાર 437 ડોઝ આપવામાં આવ્યા છે. તો અત્યાર સુધી રાજ્યમાં કોરોના વેક્સીનના કુલ 10 કરોડ 64 લાખ 11 હજાર 060 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 


આ પણ વાંચોઃ 'હું લડ્યો છું તમારા માટે હવે તમે લડો મારા માટે', ધારાસભ્ય પ્રતાપ દુધાતે અનોખી રીતે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર


રાજ્યમાં હાલના તબક્કે માસ્ક પહેરવું પડશેઃ આરોગ્ય મંત્રી
આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ કે, રાજ્યમાં કોરોનાને લગતા તમામ નિયમો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ હાલના તબક્કે તમામ લોકોએ માસ્ક ફરજીયાત પણે પહેરવું પડશે. રાજ્ય સરકારે હજુ માસ્કમાંથી મુક્તિ આપી નથી. ચીન જેવા દેશમાં ફરી કોરોના કેસ વધી રહ્યાં છે. ત્યારે કોરોનાની ચોથી લહેરની પણ આશંકા રહેલી છે. તેવામાં રાજ્ય સરકાર હાલ માસ્કમાં છુટ આપશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube