'હું લડ્યો છું તમારા માટે હવે તમે લડો મારા માટે', ધારાસભ્ય પ્રતાપ દુધાતે અનોખી રીતે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે અનોખી રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમની પ્રચારની આ અનોખી રીત હાલ સમગ્ર અમરેલી જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. 

'હું લડ્યો છું તમારા માટે હવે તમે લડો મારા માટે', ધારાસભ્ય પ્રતાપ દુધાતે અનોખી રીતે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

કેતન બગડા, અમરેલીઃ રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સાવરકુંડલા-લીલાયા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે અનોખી રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ધારાસભ્યએ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ સાથે તેમણે એક નવું સૂત્ર પણ આપ્યું છે. 

'હું લડ્યો છું તમારા માટે હવે તમે લડો મારા માટે' તમારો પ્રતાપ દુધાત
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પક્ષનો સિમ્બોલ અને ધારાસભ્ય તરીકેની કોઈ ઓળખ વગર પ્રતાપ દુધાતે અનોખી રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.  સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ગામડે ગામડે અને હાઇવે ઉપર ભીંત ઉપર આવા સૂત્રો જોવા મળી રહ્યા છે. કે જેમાં માત્ર પ્રતાપ દુધાતનું જ નામ છે. નથી કોંગ્રેસનો પંજો દોરેલો કે નથી ધારાસભ્ય જેવો શબ્દ પણ લખાયો. ત્યારે આ વોલ પેઈન્ટિંગ લખાણને જોઈને ગ્રામ્ય વિસ્તારમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને ચર્ચાઓ થઈ રહી છે. એવી પણ ચર્ચાઓ ચાલે છે પ્રતાપ દુધાત કદાચ ભાજપમાં જાય તો, એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે પ્રતાપ દુધાત અપક્ષ પણ ચૂંટણી લડે, ત્યારે આ અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાને ચકડોળે ચડેલા આ ભીંતસૂત્રોની વાત બાબતે જોકે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ બોલવા તૈયાર નથી. 

શું બોલ્યા પ્રતાપ દુધાત
ત્યારે એક વાત એવી કરી કે લોકો જો મારા વિશે એવું પૂછતા હોય કે તમે અમારા માટે શું કર્યું? તો તેમણે કોરોના મહામારી, તાઉતે વાવાઝોડું અને લોકોના અનેક પ્રશ્નો માટે ધારાસભામાં લડ્યો છું. આંદોલનો કર્યા છે અને લોકોના પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે લોકોએ મારા માટે લડવાનું છે. કોંગ્રેસનો સિમ્બોલ દોરવાની કે લખવાની મારે જરૂર નથી. પ્રતાપ દુધાત એટલે પંજો અને પંજો એટલે પ્રતાપ દુધાત.

શું ભાજપમાં જોડાશે દુધાત?
ભવિષ્યમાં ભાજપ સાથે જોડાવાની વાતમાં સ્પષ્ટ રીતે ઇનકાર કર્યો જ નથી. પણ ક્યાંકને ક્યાંક મતદારોને આડા રાખી મતદારો સાથે વાત કરી અને પછી મીડિયા સાથે વાત કરી એવું કહેવામાં આવ્યું છે. આ ચિત્ર વિચિત્ર પ્રચાર અને જવાબોથી સાવરકુંડલા લીલીયા તો નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં અનેક અટકળો અને તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

એક અનોખા પ્રચાર કરી લોકો ઉપર ભરોસો રાખીને નીકળેલા પ્રતાપ દુધાતે લોકોને અપીલ કરી છે કે હવે તમે મારા માટે લડો પરંતુ પ્રતાપ દુધાત પક્ષ પલટો કરી ભાજપમાં આવે કે અપક્ષમા લડે એ પણ એક વિચારતા કરી મૂકે તેવી બાબત છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પ્રતાપ દુધાત કયા પક્ષ માટે કઈ રીતે કામ કરશે. તે તો આવનારો સમય બતાવશે અને લોકો પણ એમનો જવાબ આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news