Corona Update: જામનગરમાં 9, મહેસાણામાં 8, ભાવનગરમાં નવા 6 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ જારી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 1900ની નજીક પહોંચી ગયો છે.
મહેસાણા/જામનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 1900ની નજીક પહોંચી ગયો છે. હજુ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આજે મહેસાણા જિલ્લામાં નવા 8 કેસ સામે આવ્યા છે. જેમાં 5 કડીમાં, મહેસાણામાં 2 અને વિસનગરમાં એક કેસ નોંદાયો છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 328 થઈ ગઈ છે. જેમાં એક્ટિવ કેસોની સંખ્યા 84 છે. તો સારવાર બાદ 214 લોકો રિકવર થયા છે.
જો જામનગર જિલ્લાની વાત કરીએ તો અહીં આજે 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં છ પુરૂષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. શહેરના પટણીવાડ, મેહુલનગર, પટેલ કોલોની, યુવા પાર્ક, નદીપા રોડ અને લીમડાલાઇન વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. આ સાથે જામનગરમાં કુલ કેસોની સંખ્યા 255 પર પહોંચી છે. તો જામનગર જિલ્લામાં અત્યાર સુધી ચાર લોકોના મૃત્યુ પણ થયા છે.
Breaking : સુરતમાં પાનના ગલ્લા બંધ, જાણો ક્યા સુધી
મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. પિતા-પુત્ર કોરોનાનો શિકાર બન્યા છે. નવા કેસ આવતાની સાથે આરોગ્ય વિભાગ તે વિસ્તારમાં દોડી ગયું હતું. મોરબીની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી ત્રણ-ત્રણ કેસ સામે આવી રહ્યાં છે. આમ મોરબીમાં કુલ કેસોની સંખ્યા 36 થી ગઈ છે.
ભાવનગરમાં પણ કોરોનાનો વિસ્ફોટ યથાવત છે. આજે નવા 6 કેસની સાથે કુલ કેસોનો આંકડો 295 પર પહોંચી ગયો છે. હાલ એક્ટિવ કેસોની સંખ્યા 112 છે. તો 164 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube