ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવા બનાવવામાં આવેલ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે. ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી વાત કહી હતી. ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) સંબોધનમાં કહ્યું હતું કે, કોરોના કાળમાં ભારતે લોકોની સારી સેવા કરી છે. લોકોના હિત માટે મારો વિસ્તાર મારો વિસ્તાર ન કરવું. નવા આવ્યા એટલે ઉત્સાહ હોય પણ પછી લાફા પડે. મને વિશ્વાસ છે કે, તમે લાફા નહીં મારો, પણ શીખવાડશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે શીખવાડતા રહેજો - ભૂપેન્દ્ર પટેલ 
નવા મંત્રીમંડળમાં નવા આવ્યા હોય એટલે ઉત્સાહ હોય. ધીરે ધીમે આજુબાજુથી લાફા પડે તેમ કામ ઉતરતુ જાય. પણ મને વિશ્વાસ છે કે તમે મને લાફો નહિ મારો, પણ શીખવાડશો કે આવુ કરવુ જોઈએ. સારુ કામ થશે તેવો મારો વિશ્વાસ છે. મારા પહેલાના મિત્રોએ ગુજરાતને એક લેવલ પર પહોંચાડ્યુ છે. હવે ગાંધીનગરને પણ આપણે જીત્યુ છે. અમારી હજી શરૂઆત છે. જ્યારે જ્યારે કોરોનામાં ભાઈ ભાઈની સાથે ઉભો ન રહે, માતાપિતા દીકરા સાથે ઉભા ન રહે, પતિ પત્ની સાથે ઉભો ન રહ્યો, પણ ભાજપનો કાર્યકર્તા લોકોના સુખ સાથે સુખી થયો છે અને લોકોના દુખ સાથે દુખી થયા છે. 


આ પણ વાંચો : ગુજરાતીઓની દિવાળી સો ટકા બગડવાની, ખાદ્ય તેલોના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો


ગુજરાત ઓક્સિજનમાં આત્મનિર્ભર બનશે 
તેમણે કહ્યું હતું કે, આપણને ઘણીવાર એમ થાય કે વિદેશીઓ દરેક બાબતમાં અવ્વલ છે. પણ કોરોનાકાળમાં સૌથી સારી સેવા ભારત અને ગુજરાતે કરી છે. ગુજરાત એક મોડલ છે કે, પ્રાઈવેટ હોસ્પિટલના બેડ રાખીને ટ્રીટમેન્ટ કરાવવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું કે, આ મોડલ દરેક રાજ્યએ સ્વીકારવુ જોઈએ. ગુજરાતે કોરોનામાં જે કામગીરી કરી, તે શ્રેષ્ઠ હતી. આત્મનિર્ભર થઈને ભારતમાં કોરોનાકાળમાં કામગીરી થઈ છે. ગુજરાતમાં જ્યારે હિત જોવાનો હોય ત્યારે મારો વિસ્તાર જોવાનો ન હોય. છેવાડાના માનવીનો વિચાર કરીને સેવા આપવાની હોય. ગુજરાત ઓક્સિજન ક્ષેત્રે આત્મનિર્ભર થવા જઈ રહ્યુ છે. 



વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નાં હસ્તે રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂ.૮૦ લાખના ખર્ચે ૧.૮૭ મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થવાનું છે. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ અને વેક્સીનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યના કુલ ૧૮ સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થનાર છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ રાજ્યને આવરી લેવામાં આવ્યા છે.