ઝી બ્યૂરો, અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ખરીદી માટે બજારોમાં ભીડ ઉમટી રહી છે. ત્યારે બજારોમાં ઉમટતી ભીડ જોખમી સાબિત થઈ શકે છે. આપણે એક વાત યાદ રાખવાની જરૂર છેકે, કોરોના હજુ ગયો નથી. તેથી દિવાળીની ઉજવણી કરવી જોઈ પણ સાવધાની અને સતર્કતા સાથે. કારણકે, હાલની સ્થિતિમાં પણ ગુજરાતમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. જોકે, હાલ સ્થિતિ ગંભીર નથી પણ આપણે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, હાલમાં જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુંકે, કોરોના હજુ ગયો નથી. રસીકરણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તમારે વેક્સિન લેવાની જરૂર છે. કારણકે, કોરોનાનો વાયરસ ફરી વકરી શકે છે. અને દિવાળીની ઉજવણીમાં બજારોમાં ઉમડતી ભીડ સ્થિતિને વિકટ બનાવી શકે છે. તેથી સાવધાની રાખવાની જરૂર છે. તેમજ કોરોનાની તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવાની જરૂર છે.


ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 20 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 28 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,311 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને રિકવરી રેટ પણ 98.76 ટકાએ આવી પહોંચ્યો છે.


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 196 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 190 નાગરિકો સ્ટેબલ છે. 8,16,311 નાગરિકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. વલસાડમાં એક નાગરિકનું આજે કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. વડોદરા કોર્પોરેશન 6, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, ગાંધીનગર, જુનાગઢ અને નવસારીમાં 2-2 કેસ અને કચ્છ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 12 ને પ્રથમ ડોઝ, 1376 ને બીજો ડોઝ આપવામાં આવ્યા હતા. 45 વર્ષથી વધારેની ઉંમરના 10500 નાગરિકોને રસીનો પ્રથમ અને 76145 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના 32152 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 204470 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે એક જ દિવસમાં કુલ 3,24,655 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. 71025631 નાગરિકોનું અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે.