Coronaupdate : જાણો ગુજરાતના ખૂણેખૂણાના સમાચાર
ગુજરાતમાં કોરોનાના 128 દર્દીઓ થઇ ચુક્યા છે.
અમદાવાદ : ગઈ કાલે રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા નિયમિત પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે રાજ્યમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગઈ કાલે સવારે 14 કેસ સામે આવ્યા બાદ બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ ઉપરાંત સુરતમાં એક અને ભુજમાં પણ એક કેસ નોંધાયો છે. કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ચુક્યો છે. આ સાથે ગઈ કાલે કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. ગુજરાતમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના 128 દર્દીઓ થઇ ચુક્યા છે.
ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે ત્યારે રાજ્યના તમામ અપડેટ્સ નીચે પ્રમાણે છે.
વડોદરાનો નાગરવાડા વિસ્તાર રેડ ઝોન જાહેર
અમદાવાદથી ચેન્નાઇ વિશેષ ગુડ્સ ટ્રેન જશે જેના 20 કોચમાં દૂધની બનાવટનો જથ્થો ભરવામાં આવ્યો છે.
અમદાવાદનો છઠ્ઠો વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયો. દાણીલીમડાનો વધુ એક વિસ્તાર ક્લસ્ટર ક્વૉરન્ટઈન કરાયો છે. નૂર અહેમદી મસ્જિદ ખાંચા નજીક રહેતા સઈદ અહેમદ સૈયદને કોરોના પોઝિટિવ આવતા આખી સોસાયટી ક્લસ્ટર ક્વોરન્ટઈન કરાઈ.
અમદાવાદમાં તબલિગી જમાતના 28 સભ્યોને ક્વોરન્ટાઈન કરાયા છે. દરિયાપુરની મસ્જિદમાંથી ક્વોરન્ટાઈન સેન્ટર લઈ જવાયા છે.
સુરતથી પાડોશીઓએ મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂંક કરી હોવાના અહેવાલ છે. તને કોરોના તો નથી થયોને? એમ કહીને પાડોશીઓ ત્રાસ આપી રહ્યાં છે.
સુરતમાંઆજથી APMC માર્કેટ અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયું છે.
અમદાવાદમાં 6 વિસ્તારો ને કોરન્ટાઇલ કરવામાં આવ્યા છે જેમાં શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો પણ છે. અહીં 16 મકાનોમાં 124 લોકોને કોરન્ટાઇલ કરવામાં આવ્યા છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારના પ્રવેશ માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે.
કોરોનાના કહેર વચ્ચે નવસારીમાં મરેલા મરઘાને મુખ્ય માર્ગ પર ફેંકાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
મોરબી જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા ગીતાંજલિ અને વૈભવ બે એપાર્ટમેન્ટને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જેમાં 117 લોકો હોમ કોરેન્ટાઇન છે. બે બિલ્ડીંગમાં હાલમાં ૧૧૭ લોકોને હોમ કોરેન્ટાઈન કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube