Corona Update: રાજ્યમાં નવા કેસની સંખ્યા 1 હજારની નીચે, વધુ 7 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે ફરી કોરોનાના નવા કેસનો આંકડો 1 હજારની નીચે પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 919 કેસ નોંધાયા છે. તો વધુ સાત લોકોના મૃત્યુ થયા છે. નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1 લાખ 67 હજાર 173 થઈ ગઈ છે.
ગાંધીનગરઃ રાજ્યમાં આજે ફરી કોરોનાના નવા કેસનો આંકડો 1 હજારની નીચે પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 919 કેસ નોંધાયા છે. તો વધુ સાત લોકોના મૃત્યુ થયા છે. નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1 લાખ 67 હજાર 173 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 3689 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ વધુ 963 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યનો રિકવરી રેટ 89.46 ટકા થઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 166 કેસ નોંધાયા છે. આ સિવાય અમદાવાદ શહેરમાં 162, વડોદરા શહેરમાં 72, રાજકોટ શહેરમાં 65, સુરત ગ્રામ્ય 61સ વડોદરા ગ્રામ્ય 43, રાજકોટ ગ્રામ્ય 32, જામનગર શહેર 28, ભરૂચ 20, ગાંધીનગર શહેર 20, મહેસાણા અને મોરબી 18-18, ભાવનગર શહેર 16, કચ્છ 16, ગાંધીનગર 15, જામનગર ગ્રામ્ય 15, દાહોદ 14 અને સાબરકાંઠામાં 14 કેસ નોંધાયા છે.
આ રહી અમદાવાદથી કેવડિયાના સી પ્લેન ટ્રીપની ભાડાથી લઈને શિડ્યુલની આખી માહિતી
છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. તો સુરત શહેરમાં 2, વડોદરા શહેરમાં એક અને પાટણમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. નવા સાત મૃત્યુની સાથે રાજ્યમાં મહામારીને લીધે અત્યાર સુધી 3689 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13 હજાર 936 છે. જેમાં 65 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 13871 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ 49 હજાર 548 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં આજે કોરોના વાયરસના 51 હજાર 370 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી કુલ 57 લાખ 42 હજાર 742 કોરોના ટેસ્ટ થયા છે.
[[{"fid":"289010","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]][[{"fid":"289011","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube