Coronaupdate : આજે રાજ્યમાં 3000 ટેસ્ટ, 217 પોઝિટિવ, કુલ દર્દી 2624 અને 9ના મોત
ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા ઝપાટાભેર આગળ વધી રહી છે એ ચર્ચાનો જવાબ આપતા જયંતિ રવિએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાત આંકડાની રીતે ક્યા નંબર છે એ ગૌણ છે પણ તબીબી સગવડ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
હિતલ પારેખ, ગાંધીનગર : ગુજરાતમાં કોરોના પોઝિટિવ (Coronavirus)ની લેટેસ્ટ પરિસ્થિતિ વિશે માહિતી આપવા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા રોજ સાંજે ખાસ પત્રકાર પરિષદ યોજવામાં આવે છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે માહિતી આપી છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથી કોરોનાના 217 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 79 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં 9ના મોત થયા છે. આમ રાજ્યમાં કુલ દર્દી 2624 થયા છે. જેમાં 112ના મોત થયા છે અને 258 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં 42,384 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 2,624ના રિપોર્ટ પોઝિટિવ અને 39,760ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
આરોગ્ય અગ્રસચિવે આપેલી માહિતી પ્રમાણે નવા 217 કેસમાં અમદાવાદમાં 151, સુરતમાં 41, વડોદરામાં 7, આણંદમાં 3, બોટાદમાં 2, ભરૂચમાં 5, ખેડામાં 2 કેસ જ્યારે અરવલ્લી, ભાવનગર, ગાંધીનગર, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં એક એક કેસ સામે આવ્યો છે. આજે 13 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા ઝપાટાભેર આગળ વધી રહી છે એ ચર્ચાનો જવાબ આપતા જયંતિ રવિએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાત આંકડાની રીતે ક્યા નંબર છે એ ગૌણ છે પણ તબીબી સગવડ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. રાજ્યમાં આજે 150 વેન્ટીલેટર ઉપલબ્ધ થયા જ્યારે 80 ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. કુલ 2,624 દર્દીમાંથી 28 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 2226ની હાલત સ્થિર છે અને 258 દર્દી સાજા થઈને ઘરે પાછા ફર્યાં છે અને 112 દર્દીના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube