સૌરાષ્ટ્રભરના કોરોનાના અપડેટ્સ જાણી લો એક ક્લિક પર...
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના દરેક શહેરોમાં કોરોનાના કેસોમાં ટપોટપ વધારો થઈ રહ્યો છે. લગભગ ગુજરાતનું કોઈ શહેર કોરોનાથી સલામત નથી. આવામાં સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આવામાં રાજકોટ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સૌથી મોટું સ્પોટ બની ગયું છે. રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર સૌથી મોટો હોટસ્પોટ બની ગયો છે. ત્યારે આજે રાજકોટમાં વધુ 5 કેસોમાં વધારો થયો છે. આ સાથે જ રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 35 પર પહોંચી ગઈ છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અન્ય શહેરોની પણ પરિસ્થિતિ જોઈએ.
ઝી મીડિયા/બ્યૂરો :છેલ્લા 24 કલાકમાં ગુજરાતના દરેક શહેરોમાં કોરોનાના કેસોમાં ટપોટપ વધારો થઈ રહ્યો છે. લગભગ ગુજરાતનું કોઈ શહેર કોરોનાથી સલામત નથી. આવામાં સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આવામાં રાજકોટ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સૌથી મોટું સ્પોટ બની ગયું છે. રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર સૌથી મોટો હોટસ્પોટ બની ગયો છે. ત્યારે આજે રાજકોટમાં વધુ 5 કેસોમાં વધારો થયો છે. આ સાથે જ રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 35 પર પહોંચી ગઈ છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અન્ય શહેરોની પણ પરિસ્થિતિ જોઈએ.
66 લાખ પરિવારોના ખાતામાં રૂપિયા જમા કરવાનો ગુજરાત સરકારનો મોટો નિર્ણય
અમરેલી
અમરેલીમાં આજે અન્ય શહેરોને જોડતા રસ્તા બંધ કરવાની કાર્યવાહી કરાઈ હતી. અમરેલીના પાડોશી જિલ્લા રાજકોટ, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ તથા સૌરાષ્ટ્રભરના માર્ગો અમરેલીને જોડતા બંધ કરાયા છે. રાજુલા, જાફરાબાદ કોસ્ટલ વિસ્તારો પણ પોલીસે સીલ કર્યાં છે. સાંજ સુધીમા મોટાભાગના ગ્રામીણ વિસ્તારના ગાડા રસ્તા પણ બ્લોક કરાશે. મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેના બાદ રાત સુધીમા અમરેલી જીલ્લાની બોર્ડરના તમામ રસ્તા બ્લોક કરાશે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. બહારના જિલ્લામાંથી અમરેલી જિલ્લામા હવે પ્રવેશ નહિ મળે.
Breaking : માત્ર 24 કલાકમાં ગુજરાતમાં નવા 254 કેસોનો ઉમેરો, કુલ કેસ 1272
ભાવનગર
ભાવનગર શહેરમાં આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના પોઝિટિવનો આંક 31 પર પહોંચ્યો છે. જોગીવાડના 68 વર્ષીય સત્તારભાઈ ગંજા પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. કાઝીવાડના 22 વર્ષીય અરબાઝ કુરેશી અને કાઝીવાડના 86 વર્ષીય નૂરબેન કુરેશીના ગઈકાલે સેમ્પલ લેવાયા હતા. જેના બાદ આજે તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
કોરોનાના નવા કેસ અને મોત મામલે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતા સારી, જાણો કયા નંબરે છે
મોરબી
મોરબીથી મામલતદાર કચેરીનો બોગસ પાસ બનાવીને અમદાવાદ જવાની ઘટના સામે આવી છે. ટંકારા પોલીસે હાલમાં પેપરમીલના માલિક સહિત ત્રણની કરી ધરપકડ છે. સરકારી કચેરી દ્વારા કરવામાં આવેલા અન્ય હુકમમાં એડીટીંગ કરીને બોગસ પાસ બનાવ્યો હતો. અમદાવાદની મહિલાને મુકવા જવા માટે મોરબીના ઉદ્યોગપતિએ બોગસ પાસ બનાવ્યો હતો. બોગસ પાસના આધારે જે મહિલાને અમદાવાદ પહોંચી તેની પણ ધરપરડ થાય તેવા સંકેત છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં ગઈકાલે રા ત્રે 8 શંકાસ્પદ કેસ આવતા રાત્રે કલેક્ટર હોસ્પિટલ દોડી ગયા હતા. તમામના સેમ્પલો લઈ રિપોર્ટ માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધી 51 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 43ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. અન્ય 8 ના રિપોર્ટ આજે આવશે. કલેક્ટરે રાત્રે ડોક્ટર સાથે મુલાકાત કરી સમીક્ષા કરી હતી. તેમજ દર્દીઓને જમવાની સાથે જરૂરી વસ્તુઓ શું શુ મળી એની પણ જાણકારી મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર