ઝી મીડિયા/બ્યૂરો : અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના લેટેસ્ટ પોઝિટિવ અપડેટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, કુલ ગઈકાલે 51 જેટલા લોકો રિકવર થતા ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 313 પર પહોંચી ગઈ છે. આજે બપોરે એસવીપી હોસ્પિટલમાં 40 જેટલા દર્દી રિકવર થશે, આજે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વધુને વધુ મોટી સંખ્યા કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદની હોસ્પિટલોમાં સારી બાબત છે. અમદાવાદમાં ગઈકાલે એસવીપી હોસ્પિટલમાંથી 14 દર્દી રિકવર થયા. સમરસ હોસ્ટેલમાંથી 34 દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ અપાયા છે. તબીબો અને આરોગ્ય વર્કર્સ માટે સંતોષજનક બાબત છે, અમદાવાદીઓને પણ આ સમાચારથી હાશકારો થશે. કોરોના વાયરસ બીજી ગંભીર બીમારીઓમાં કોરોના વાયરસ જીવલેણ નીવડી શકે છે. આવા લોકો ખાસ કાળજી લે તો તેઓ પણ કોરોનાને માત આપી શકે છે.  


વધી રહેલા કેસને કારણે ગાંધીનગરના તમામ પ્રવેશદ્વારો બંધ કરાયા, કયો રોડથી જઈ શકાશે તે જાણી લેજો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેસ ડબલિંગ રેટ પણ ઘટ્યો 
અમદાવાદ શહેરમાં કેસ ડબલિંગ રેટ ત્રણ ચાર દિવસોનો હતો. પ્રયાસો બાદ સાત આઠ દિવસ કર્યો હતો. આજે હવે કેસ ડબલિંગ રેટ ધીરે થઈને 9 દિવસનો થઈ ગયો છે. તેને ઓછા દિવસ લઈ જવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. ત્રીજી તારીખ સુધી 11 થી 12 દિવસનો ડબલિંગ રેશિયો લાવવાનો છે. સાથે મળીને આ લડત આગળ ચલાવીશું તો તેમા પણ પરિણામ મળશે. 17મી એપ્રિલના રોજ સારવાર હેઠળના કેસ 557 હતા. જે ત્રણ દિવસમાં ડબલ થઈને 20 એપ્રિલના રોજ 1162 થયા હતા. તે નવ દિવસ પછી 29 એપ્રિલના રોજ 2314 થયા છે. આમ, ચાલશે તો 15 મે સુધી 10 થી 15 હજાર કેસ ટોટલ કેસ થશે. તેને પહોંચી વળવા આપણે સક્ષણ છીએ. ઈન્ફેક્શન રિપોર્ટમાં વધારો ન થાય તે પ્રયાસો તમામે કરવા જોઈએ. લોકડાઉન દૂર થયા પછી ઈન્ફેક્શનનો રેટ વધતો હોય છે. તેથી લોકડાઉન બાદ પણ સાવચેતી રાખવાની રહેશે. 


ગુજરાતી ભાષાના નવલકથાકાર કુંદનિકા કાપડિયાનું વલસાડ ખાતે નિધન