ગુજરાતી ભાષાના નવલકથાકાર કુંદનિકા કાપડિયાનું વલસાડ ખાતે નિધન
ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર કુંદનિકા કાપડિયાનું આજે વલસાડ ખાતે નિધન થયું છે. 'સાત પગલાં આકાશમાં' અને 'પરમ સમીપે' તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. 1985માં તેઓને ‘સાત પગલા આકાશમાં...’ નવલકથા માટે સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ ઘણા વર્ષોથી વલસાડના નંદીગ્રામ ખાતે આશ્રમમાં રહેતા હતા. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે 'નંદીગ્રામ' નામનો આશ્રમ સ્થાપ્યો હતો. જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા. મકરંદ દવે ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા.
Trending Photos
જય પટેલ/વલસાડ :ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર કુંદનિકા કાપડિયાનું આજે વલસાડ ખાતે નિધન થયું છે. 'સાત પગલાં આકાશમાં' અને 'પરમ સમીપે' તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. 1985માં તેઓને ‘સાત પગલા આકાશમાં...’ નવલકથા માટે સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ ઘણા વર્ષોથી વલસાડના નંદીગ્રામ ખાતે આશ્રમમાં રહેતા હતા. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે 'નંદીગ્રામ' નામનો આશ્રમ સ્થાપ્યો હતો. જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા. મકરંદ દવે ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા.
કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. કુંદનિકા કાપડિયા 1955 થી 1957 સુધી ‘યાત્રિક’ અને 1962 થી 1980 સુધી ‘નવનીત’નાં સંપાદક પણ રહી ચૂક્યા હતા. 1987માં મકરંદ દવે તેમના પત્ની કુંદનિકા કાપડિયા સાથે વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે