ગાંધીનગરઃ રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 324 કેસ નોંધાયા છે. આ કેસોની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 9592 પર પહોંચી ગઈ છે. તો આ દરમિયાન 20 લોકોના મૃત્યુ થયા છે. સાથે 191 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 265 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 13, સુરતમાં 16, ભાવનગરમાં 3, આણંદમાં 2, ગાંધીનગરમાં 4, પાટણમાં 3, પંચમહાલમાં 2, બનાસકાંઠામાં 1, છોટાઉદેપુરમાં 1, મહેસાણામાં 6, પોરબંદરમાં 1 અને ગીર સોમનાથમાં 4 કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મૃત્યુ
બુધવારે સાંજથી ગુરૂવારે સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસને કારણે વધુ 20 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક 586 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુમાં 19 મોત અમદાવાદ અને એક મોત સુરતમાં થયું છે. 


વધુ 191 લોકો ડિસ્ચાર્જ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 135 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સિવાય બનાસકાંઠામાં 5, બોટાદમાં 7, દાહોદમાં 6, ગાંધીનગરમાં 8, ખેડામાં 4, પંચમહાલમાં 4, સાબરકાંઠામાં 2, સુરતમાં 12 અને વડોદરામાં 8 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આમ છેલ્લા 24 કલાકમાં કુલ 191 લોકો સાજા થયા છે. 


શું છે ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ
રાજ્યમાં અત્યાર સુધી કુલ 9592 કેસ નોંધાયા છે. તેમાંથી 3753 લોકો સારવાર બાદ સાજા થયા છે. હાલ રાજ્યમાં 5253 એક્ટિવ કેસ છે. જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર છે. કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધી 586 લોકોના મૃત્યુ થયા છે. 


રાજ્યમાં અત્યાર સુધી 124709 ટેસ્ટ થયા
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 124709 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 9592નો રિપોર્ટ પોઝિટિવ અને 115117નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યભરમાં કુલ 233051 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. તો સરકારી એસિલીટીમાં 9198 અને ખાનગી ફેસિલીટીમાં 617 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. આ કુલ રાજ્યભરમાં 242866 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube