આશકા જાની/અમદાવાદઃ અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ટેસ્ટીંગ વાન લોન્ચ કરવામાં  આવી છે. આ વાન શહેરના જુદા-જુદા સાત ઝોનમાં ફરશે. આ વાન લોકોના ઘર સુધી પહોંચી સર્વે અને સારવાર આપવાનું કામ કરશે. વાનમાં ડોક્ટરો સહિત 4 લોકોનો સ્ટાફ 24 કલાક તૈનાત રહેશે. કોરોના સામે ફાઇટ આપવા માટે મહાનગર પાલિકાએ આ પ્લાન તૈયાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઇલ વાનમાં શરૂ કરાશે ટેસ્ટિંગ
અમદાવાદમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. જેથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વધુમાં વધુ ટેસ્ટ કરવા માટે મોબાઇલ ટેસ્ટીંગ વાન શરૂ કરવામાં આવી છે. આ વાનમાં ડોક્ટરો સહિતનો સ્ટાફ 24 કલાક હાજર રહેશે. વાન અમદાવાદના વિવિધ ઝોનમાં ફરશે. આ વાન કન્ફર્મ કે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો, ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરેલા વિસ્તારના લોકો, હેલ્થ વિભાગના સર્વે દરમિયાન રીફર કરાયેલા લોકોનો ટેસ્ટ કરશે. 


ગુજરાતમાં કોરોનાનો ભરડો, નવા 19 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 165 થઈ


અમદાવાદમાં કોરોના વાયરસના 77 કેસ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 165 કેસ નોંધાયા છે. જેમાં માત્ર અમદાવાદમાં 77 કેસ નોંધાયા છે. જેમાં આજે નોંધાયેલા નવા 13 કેસ પણ સામેલ છે. 


વાનમાં આ સ્ટાફ રહેશે તૈનાત


1.કોવિડ-19 ટેસ્ટિંગનું સેમ્પલ કલેક્શન માટેના એક્સપર્ટ તબીબો


2. આર.બી .એસ .કે મેડીકલ ઓફીસર


3, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર


4. ડ્રાઇવર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર